Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

દ્વારકામાં નાતાલ પર્વમાં પ્રવાસીઓ ઉમટયા

દ્વારકાઃ નાતાલ પર્વની ઉજવણી માટે યાત્રાધામ દેવભૂમિ દ્વારકામાં પ્રવાસીઓ ઉમટી પડયા હતા અને હોટલ, ગેસ્ટહાઉસ, ધર્મશાળાઓ હાઉસફૂલ થઇ ગયા હતા. ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કરીને લોકોએ ધન્યતા અનુભવી હતી અને વાહનોની લાઇનો લાગી હતી. હરવા - ફરવાના સ્થળ તેમજ મંદિર પરિસરમાં વિશેષ સુવિધાઓ ઉભી કરાઇ હતી. લાખો સહેલાણીઓની ઉપસ્થિતિને લઇને તંત્ર દ્વારા વિશેષ સુરક્ષા વ્યવસ્થા તથા સુવિધાઓ અપાઇ હતી. લાઇટ - પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે માટે વહીવટીતંત્રે કામગીરી કરી હતી. (તસ્વીર - અહેવાલ : વિનુભાઇ સામાણી, દ્વારકા)

(11:41 am IST)