Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

ટુજી કૌભાંડ પણ ભાજપ જેવું નકલી નીકળ્યું : વિરજીભાઇ ઠુંમરની સટાસટી

દામનગર, તા. ર૬ : જનમતથી ચૂંટાયેલી યુપીએ સરકારને ઉથલાવવાનું કાવતરૂ રચના ભાજપે દેશની માફી માંગી જોઇએ. તેમ ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમરે જણાવ્યું છે.

ટુજી કાકાંડના બધા જ આરોપીઓને સીબીઆઇ કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે હવે એમના કહેતા કે કોર્ટ કોંગ્રેસની એજન્ટ છે. વિરજી ઠુમ્મર ભારતીય જનતા પાર્ટી દ્વારા કેગના તત્કાલીન ચેરમેન વિનોદ રાય (જે અત્યારે ભાજપમાં છે) સાથે મેળાપીપણામાં ત્યા કરેલી નકલી કૌભાંડ સ્કીમનો સીબીઆઇ કોર્ટમાં પર્દાફાશ થયો છે. જનમનથી ચૂંટાયેલી સરકારને ઉથલાવવાનું કાવતરૂ કરનાર બોફોર્સ પાટે-ટુમાં ભાજપે સહેજ પણ શરમ બચી હોય તો દેશની માફી માંગવી જોઇએ.

કેગના તત્કાલીન ચેરમેન વિનોદ રાયની કલ્પનાઓ અને જુઠાણા આધારીત તથા કથિત ટુજી કૌભાંડને ખૂબ ચગાવી એક લાખ છોતેર હજાર કરોડ દેશ નુકશાન થયું અપ્રચાર ભાજપે કરીને મેળવેલી સતા દેશની ૧રપ કરોડની જનતા સાથે છેતરપીંડી સમાન છે. કોઇપણ પ્રકારના નાણાકીય વ્યવહારો કે ઇરાદા પૂર્વકની ખોટ કર્યાના પૂરાવા ના હોવા છતા દેશ ટેલીકોમ ક્રાંતિ લાવનાર યુપીએ સરકારને બદનામ કરવાનો કારસો રચી મોદીજી એન્ડ કંપનીએ નકલી કૌભાંડનું એક નવું કૌભાંડ કરી નાખ્યું ખરેખર ટુજી કૌભાંડ પણ ભાજપ જેવી જ ફરજી નીકળ્યું છે તેમ વિરજીભાઇ ઠુંમરે જણાવ્યું હતું.

ગુજરાતની ચૂંટણી દરમ્યાન આવું એક જુઠાણુ અહેમદભાઇ પટેલને મુખ્યમંત્રી બનાવવા પાકિસ્તાન સોથ મીટીંગ થઇ હોવાનું કહી મોદીજીએ એક ઉપાધી તો વહોરી લીધી હતી ત્યાં આ બીજી ઉપાધી આવી પડી લોકોના ખાતામાં ૧પ લાખ રૂપિયાના બદલે ૧પ પૈસા  પણ જમા ના કરાવી શકનાર મોદીજી ફરતે હવે ૧૭૬ હજાર કરોડનો નવો ગાળ્યો ફેકાયો છે. ખીદીયું ડુંગર નીકળ્યો ઉંદર જેવો ઘાટ થયા બાદ ભાજપની સ્થિતિ સાપે છછુંદર ગળ્યા જેવી થઇ છે. તેમ વિરજીભાઇ ઠુંમરે જણાવ્યું હતું.

કોંગ્રેસ અગ્ની પરીક્ષામાંથી સફળતા પૂર્વક પસાર થયું છે અને ભાજપ એના જ ખોદેલા ખાડામાં પડી છે ત્યારે દેશની જનતા એના પર આવનારા દિવસોમાં માટી વાળી દેશે તે નિશ્ચિત છે. તેમ અંતમાં પૂર્વ સાંસદ અને ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમરે જણાવ્યું હતું.

(11:41 am IST)