Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

પોરબંદર સાંદીપનીમાં ભાગવત સપ્તાહની પોથીયાત્રા નીકળીઃ કાલે રામ જન્મ પ્રસંગ

જુનાગઢ-પોરબંદર તા.ર૬ :  પ.પૂ. રાષ્ટ્રીય સંત શ્રી રમેશભાઇ ઓઝા પ્રેરિત પોરબંદરના સાંદીપની વિદ્યા નિકેતન ખાતે પૂજય ભાઇશ્રી રમેશભાઇ ઓઝા દ્વારા પ્રસ્થાપિત શ્રી સાંદીપની વિદ્યા નિકેતન પોરબંદરથી પ્રશિક્ષિત થયેલા ઋષિકુમાર શ્રી શ્યામભાઇ ઠાકરના વ્યાસાસને શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ થયો છે.

શ્રીમદ્ ભાગવત સપ્તાહના મંગલ ઉત્સવોમાં હરિ મંદિરેથી પોથીયાત્રા નીકળીને સાંદીપનીના ઓડીટોરિયમ હોલ વૃંદાવન ધામ ખાતે ગયેલ હતી. તા.ર૬ ને મંગળવાર બપોરે શ્રી નૃસિંહ જન્મ ઉજવણી થયેલ. તા. ર૭ ને બુધવાર સવારે ૧૦ કલાકે શ્રી વામન જન્મ અને રામ જન્મ સવારે ૧૧.૩૦ કલાકે તેમજ તા. ર૭ બુધવારે બપોરે ૧ કલાકે શ્રી કૃષ્ણ જન્મોત્સવ તા.ર૮ ને ગુરૂવારે બપોરે ૧ કલાકે ગોવર્ધન ઉત્સવ અને તા. ર૯ ને શુક્રવારે રૂક્ષ્મણી વિવાહ બપોરે ૧ કલાકે તા. ૩૦ ને શનિવારે બપોર ૧ કલાકે કથાની પૂર્ણાહૂતિ અને તા. ૩૧ ને રવિવારના રોજ સવારે ૧૦ થી ૧ર શ્રી વિષ્ણુયજ્ઞનું પણ આયોજન થયેલ છે.

સંસ્કૃતના જ્ઞાતા અને ભાગવતાચાર્ય શ્રી શ્યામભાઇ ઠાકરની ૧૧૭ મી શ્રીમદ્દ ભાગવત કથા છે. અને ગૌરવની બાબત એકે સાંદીપનીના હરિ મંદિરના ઓડીટોરીયમમાં તેઓશ્રીની આ ૮ મીએ સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવશે.

(11:41 am IST)