Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

આટકોટમાં નાઇટ પેટ્રોલીંગ વધારવા રજૂઆત

આટકોટ તા. ર૬ :.. આટકોટ ગ્રામ પંચાયતના સામાજીક ન્યાય સમિતિના અધ્યક્ષ ભાવનાબેન જયેશભાઇ ધમલે આટકોટના પી. આઇ. શ્રીને પત્ર પાઠવીને શહેરમાં પોલીસ પેટ્રોલીંગ વધારવા માગણી કરી છે.

તેઓએ વધુમાં જણાવ્યું છે કે, આટકોટમાં છેલ્લા થોડા સમયથી ચોરીના બનાવો વધી રહ્યા છે. જેથી પોલીસનું પેટ્રોલીંગ વધારવા અને હોમગાર્ડ ટીમને પણ ફરજ સોંપવા માગણી કરી છે.

આ મુદ્દે વિજયભાઇ ધમલ, બી. વી. દાફડા, શ્રી વાળા, હિતેષભાઇ યાદવે પણ રજૂઆત કરી છે.

(11:40 am IST)