Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

વિસાવદર પંથકમાં અસામાજીક તત્વોે સામે કાર્યવાહી કરવા જૂનાગઢ જીલ્લા કોંગ્રેસની માંગણી

વિસાવદર-જૂનાગઢ, તા. ૨૬ :. તાજેતર વિધાનસભા-૨૦૧૭ની ચૂંટણીમાં ૮૭-વિસાવદર વિધાનસભા બી.જે.પી.ના ઉમેદવારને લોકોએ આયાતી અને દબંગગીરી સામે રોષ ઠાલવીને વિસાવદર-ભેંસાણના ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયાની જંગી બહુમતીએ લોકોએ વિજય અપાવેલ છે ત્યારે હર્ષદભાઈ રીબડીયાની જીત અને દબંગગીરીઓની હાર બી.જે.પી.ના ઉમેદવાર પચાવી ન શકતા વિસાવદરમાં ચાલુ ઈલેકશનમાં સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ કોંગ્રેસ પક્ષના ઉમેદવારને બદનામ કરવા મેંદરડાના સ્વામિ ઉપર હુમલાની ઘટના અને ઈલેકશન બાદ વિસાવદર તાલુકાના ભલગામના નિર્દોષ પાટીદારો ઉપર અસામાજીક તત્વોએ હુમલો કરેલ છે. આવી ઘટનાઓમાં હર્ષદભાઈ રીબડીયાને બદનામ કરીને દબંગગીરીઓ દ્વારા પવિત્ર ધારાસભ્ય ઉપર કીચડ ઉછાળવાનો પ્રયત્ન કરાઈ રહ્યો છે. તેને જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતી સખત શબ્દોમાં વખોડીને જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય મંત્રી વી.ટી. સીડાએ વિરોધ કર્યો છે.

વિસાવદરના ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયાએ આવી ઘટનાઓ અંગે ડી.આઈ.જી. દક્ષિણ રેન્જ જૂનાગઢને રૂબરૂ મળીને વિસાવદર પંથકમાં રહેલા અસામાજીક તત્વો સામે કડક કાર્યવાહી થાય અને વિસાવદર પંથકમાંથી કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃતિઓ અને નિર્દોષ જનતા પર દબંગ સ્વભાવના ભારતીય જનતા પાર્ટીના અમુક નેતા અસામાજીક તત્વોનો સહારો લઈને નિર્દોષ જનતા પર હુમલા કરાઈને મને બદનામ કરવાની કોશિષ કરાઈ રહી છે. તેમા જવાબદારી સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરો અને ફરીવાર ભલગામ જેવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તેની તકેદારી રાખવા ડી.આઈ.જી. દક્ષિણ રેન્જ સમક્ષ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય મંત્રી વી.ટી. સીડાએ માંગણી કરી છે.

(11:38 am IST)