Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

જામજોધપુર પાલિકામાં આ વખતે ર૧ના બદલે ર૮ બેઠકો માટે ચૂંટણી જંગ

જામજોધપુર તા. ર૬ : પાલિકાની પાંચ વર્ષની મુદત આગામી ૧પ ફેબ્રુઆરીના રોજ થયાની હોય નગરપાલિકાની  ચૂંટણીના જાહેરનામુ બહાર પડવાની સમય પાકી ગયો હોય રાજકીય પક્ષમાં પણ અંદરખાને પાલીકાનનું ચુંટણી અંગે ચળવળ ચાલુ થઇ ગયો છ.ે ત્યારે નગરપાલિકા જામજોધપુરમાં કુલ ૭ વોર્ડ અને ર૧ બેઠક હતી પણ નવા સિંમાકન પ્રમાણે સને ર૦૧૧ ની વસતી ગણતરીને ધ્યાને લઇ પાલિકાની બેઠકમાં વધારી થયો છે હવે કુલ ૭ વોર્ડ અને ર૮ બેઠકો થઇ ૧ વોર્ડમાં ૪ ઉમેદવારો કોઇપણ રાજકીયપક્ષ ઉભા રાખશે જામજોધપુર નગરપાલિકામાં હાલ કુલ ૧૯પ૪૦ મતદારો નોંધાયેલ છે. જેમાં ૯૪૪ર સ્ત્રી મતદારો તેમજ ૧૦,૦૯૮ પુરૂષ મતદારો આવેલ છે.

નવા સિંમકાન પ્રમાણે બક્ષીપંચની કુલ ૩ બેઠકો છે .જેમાં વોર્ડ નં. ૧, વોર્ડ નં.પ વોર્ડ નં. ૩ ની સમાવેશ થાય છે. જયારે અનુજાતિની કુલ બે બેઠકો આવેલ છે જેમાં વોર્ડ નં.૭ (પુરૂષ) અને વોર્ડ નં.ર માં (સ્ત્રી) આમ કુલ બે બેઠકો અનુજાતિની થવા પામી છે. કુલ સ્ત્રી અનામત ૧૪ છે.

આમ નગરપાલિકાની બેઠકો વધતા અને નવુ સીમાંકન મુજબ ચુંટણી લડાવવાની હોય ચુંટણી લડનાર ઇચ્છુક ઉમેદવારીએ ચુંટણી લડવા પોત પોતાની કુકરી ગાંડી કરી દીધી છે.

આ વખતે મોટા રાજકીય માથાઓ ફરી મેદાનમાં આવશે કે નિવૃત થશે તે અંગે અનેક અવઢવ થવા પામી છ.ે ત્યારે જુના લોક અનેક મીટીંગ સભ્યો આ વખતે રીષને કારણે કટ થશે. તેવુ ચર્ચાય છે. જામજોધપુર નગર પાલિકામાં હાલ ભાજપની બોડી આવેલ છે.(૬.૧)

(9:22 am IST)