Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

અમરેલી પટેલ સંકુલમાં સાંસ્કૃતિક કાર્યક્રમ

 અમરેલીઃ કેળવણીકારા તથા ઉદ્યોગપતિ વસંતભાઇ ગજેરા સ્થાપિત ધાનાણીના માર્ગદર્શન હેઠળ સ્થાપક પ્રમુખ વસંતભાઇ ગજેરાના અધ્યક્ષ સ્થાને તથા મુંબઇના પૂર્વ ધારાસભ્ય હેમેન્દ્રભાઇ મહેતાની ઉપસ્થિતમાં વિદ્યાર્થીનીઓના કલા-કૌશલ્ય માટેની સ્ટૂડેન્ટ કલબઝ દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો વિદ્યાર્થીનીઓ દ્વારા તૈયાર કરાયેલ ચિત્રો તથા હેન્ડીકાફટસનું ભવ્ય પ્રદર્શન યોજાયું હતું આ તકે મેડીકલ કોલેજના ડીન ડો. વિઠલાણી, પૂર્વ કૃષિમંત્રી બેચરભાઇ ભાદાણી, ડો. ગજેરા, બી. એલ. રાજપરા, ડો. રાજપરા ટીંબી હોસ્પીટલ, વિવિધ સમાજના આગેવાનો કેમ્પસ ડાયરેકટર ચતુરભાઇ ખૂંટ, હોસ્ટેલ ડાયરેકટર વલ્લભભાઇ રામાણી વિગેરે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહીને વિદ્યાર્થીનીઓની કલાને બિરદાવી હતી. ડાન્સ, પીરામીડ, સ્તૃતિ, નાટક વિગેરે સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરીને ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા હતાં.  નિયામક મનસુખભાઇ ધાનાણીએ વિદ્યાર્થીનીઓ દ્વારા આયોજિત કાર્યક્રમની નોંધ લઇને અભિનંદન આપીને ઉપસ્થિત સૌનો આભાર માન્યો હતો. સફળ બનાવવા વહીવટી કર્મચારી બ્રિજેશ પરસાણા, મગનભાઇ વસોયા તથા ટીમે જહેમત ઉઠાવી હતી. (તસ્વીર - અહેવાલ : અરવિંદ નિર્મળ -અમરેલી)

(9:22 am IST)