Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

મોરબી જિલ્લાની ત્રણ બેઠકો પર ૪૨૦૦નો સ્‍ટાફ ફાળવાયો

કુલ ૯૦૨ બુથ પર કુલ ૮૧૭૭૬૧ મતદારો મતદાન કરશે : મોરબીમાં ૧૭, ટંકારામાં ૫ અને વાંકાનેરમાં ૧૩ ઉમેદવારો

 મોરબી,તા.૨૬ : મોરબી જિલ્લાની ત્રણેય બેઠકોની વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી હોવાથી ચૂંટણી તંત્ર ચૂંટણીની કાર્યવાહી માટે સજ્જ બન્‍યું છે. તેથી જિલ્લાની ત્રણેય બેઠકોમાં પોલીગ સહિત કુલ ૪૨૦૦નો સ્‍ટાફ ફાળવાયો છે.કુલ ૯૦૨ બુથ પર કુલ ૮૧૭૭૬૧ મતદારો મતદાન કરશે અને જિલ્લા ત્રણેય બેઠક માટે ૮ ડિસેમ્‍બરે મોરબી ઘુંટુ રોડ સરકારી પોલીટેક્રિક કોલેજ ખાતે મત ગણતરી થશે.

 મોરબી જિલ્લાની ત્રણેય બેઠકો જીતવા માટે ભાજપ, કોંગ્રેસ અને આપે એડીચોટીનું જોર લગાવી દીધું છે અને જબરજસ્‍ત -ચાર યુદ્ધ ચાલી થયું છે. ત્‍યારે ચૂંટણી કામગીરી માટે ચૂંટણી તંત્ર સજ્જની જિલ્લાની ત્રણ બેઠકોમાં ૧ ડિસેમ્‍બરે યોજનાર મતદાનની કામગીરી માટે કુલ ૯૦૨ બેઠકો પર પોલીગ સહિત ૪૨૦૦નો સ્‍ટાફ મુકાશે.મોરબી જિલ્લામાં પ્રથમ તબક્કામાં યોજાનાર વિધાનસભા સામાન્‍ય ચૂંટણી માટે ઉમેદવાર ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે ચૂંટણીચિત્ર સ્‍પષ્ટ બન્‍યું હોય એક ઇવીએમમાં બેલેટ યુનિટમાં ૧૬ ઉમેદવારોના નામ જ રહી શકતા હોય મોરબી માળીયા બેઠકમાં ૧૭ ઉમેદવાર હોવાથી બબ્‍બે બેલેટ યુનિટ રાખવા પડશે.મોરબીમાં ૧૭, ટંકારામાં ૫ અને વાંકાનેરમાં ૧૩ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહ્યા છે.

 જ્‍યારે મોરબી જિલ્લાની ત્રણેય બેઠકોના મતદારોની ફાયનલ જાહેર કરેલી મતદાર યાદીમાં ૪૨૬ મતદારો વધ્‍યા છેઃ જેમાં અગાઉ જાહેર થયેલી યાદીમાં ૮૧૭૩૩૫ મતદારો જાહેર કરાયા હતા હવે નવી પુરવણી યાદી મુજબ મોરબી જિલ્લાની ત્રણેય બેઠક પર કુલ ૮૧૭૭૬૧ મતદારો મતદાન કરશે જેમાં ૪૨૨૨૭૭ પુરૂષ અને ૩૯૫૪૮૦સ્ત્રી મતદારો મતદાન કરશે. જેમાં મોરબી-માળીયા બેઠકમાં પુરૂષ ૧૪૮૭૮૦,સ્ત્રી ૧૩૮૦૫૭ અને અન્‍ય ૩ મળી કુલ ૨૮૬૮૪૦ મતદારો નોંધ્‍યા છે , જયારે ૬૬ ટંકારા - પડધરી બેઠકમાં પુરુષ ૧૨૮૧૮૦,સ્ત્રી ૧૨૧૩૨૮ મળી કુલ ૨૪૮૫૦૮ મતદારો નોંધાયા છે તેમજ ૬૭ વાંકાનેર - કુવાડવા બેઠક પર પુરુષ ૧૪૫૩૧૭,સ્ત્રી ૧૩૬૦૯૫ અને અન્‍ય ૧ મળી ૨૮૧૪૧૩ મતદારો નોંધ્‍યા છે આજ મોરબી જિલ્લાની ૩ બેઠકોમાં પુરુષ ૪૨૨૨૭૭,સ્ત્રી ૩૯૫૪૮૦ અને અન્‍ય ૪ મળી ૮૧૭૭૬૧ મતદારો મતદાન કરશે.d

(1:31 pm IST)