Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021

બંધારણ દિવસની વિશીષ્ટ ઉજવણીઃ અનૂસૂચિત જાતિના પરિવાર સાથે બ્રિજેશ મેરજાનું ભોજન

રાજકોટ તા. ર૬ : આજ રોજ મોરબી ખાતે સંવિધાન દિવસની ઉજવણીમાં રાજયના પંચાયત શ્રમ અને રોજગાર (સ્વતંત્ર હવાલો), ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી શ્રી બ્રિજેશ મેરજાએ ભાગ લીધો હતો ત્યાર બાદ તેમના મોરબી ખાતેના નિવાસ સ્થાન નાલંદા કેમ્પસ વિરપર ખાતે અનૂસૂચિત દલિત પરિવારના શ્રી શાંતુબેન દિનેશભાઇ ચાવડા (ગામ વિરપર) તેમજ દેવુબેન ગોકળભાઇના પરિવારનું સાલ ઓઢાડીને ગૌરવભૈર સન્માન કરેલ એટલું જ નહિ પણ તેમના પરિવાર સાથે કલાકો સુધી સમય વિતાવ્યો હતો. ઉપરાંત તેમના પરિવાર સાથે ચ્હા, નાસ્તો તેમજ ભોજન લીધું હતું ઉપરાંત તેમના પરિવારની ક્ષેમકુળતા અગેની પૃચ્છા કરી હતી. આમ, સંવિધાનના સર્જક એવા શ્રી ડો. બાબાસાહેબ આંબેડકરજીની વંચિતોના વિકાસની જે ખેવના હતી તેને સાચા અર્થમાં ચરિતાર્થ કરવા બ્રિજેશ મેરજાએ સરાહનીય પગલું ભર્યુ હતું.

(3:51 pm IST)