Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021

૨૮મીની જામનગર-વડોદરા, વડોદરા-જામનગર ઈન્ટરસીટી અમદાવાદ-વડોદરા વચ્ચે રદ્દ

રાજકોટ, તા. ૨૬ :. પશ્ચિમ રેલ્વેના વડોદરા ડિવીઝન હેઠળના બાજવા સ્ટેશન ઉપર ઈલેકટ્રોનિક ઈન્ટરલોકીંગની કામગીરીને કારણે તા. ૨૮ નવેમ્બરની જામનગર-વડોદરા-જામનગર ઈન્ટરસીટી સુપરફાસ્ટ એકસપ્રેસ અમદાવાદ અને વડોદરા વચ્ચે રદ્દ રહેશે. ટ્રેન નંબર ૨૨૯૬૦ જામનગર-વડોદરા ઈન્ટરસીટી જામનગરથી ૨૮મીએ ઉપડી અમદાવાદ સુધી જ દોડશે. આવી જ રીતે ટ્રેન નં. ૨૨૯૫૯ વડોદરા-જામનગર ઈન્ટરસીટી ૨૮મીએ વડોદરાને બદલે અમદાવાદથી ઉપડી જામનગર પહોંચશે.

(3:24 pm IST)