Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021

અમિતભાઈ શાહ, ભૂપેન્દ્રભાઈ પટેલ, સી.આર. પાટીલ, વિજયભાઈ રૂપાણી સહિતના ઉપસ્થિત રહેશે

રાજકોટ, તા. ૨૬ :. સરધાર ખાતે આયોજીત શ્રી સ્વામિનારાયણ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, કેન્દ્રીય મંત્રી પરસોતમભાઈ રૂપાલા, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા, રાજ્યમંત્રીઓ જીતુભાઈ વાઘાણી, કનુભાઈ દેસાઈ, ઋષિકેશભાઈ પટેલ, રાઘવજીભાઈ પટેલ, અર્જુનસિંહ ચૌહાણ, હર્ષભાઈ સંઘવી, કિરીટસિંહ રાણા, પૂર્ણેશભાઈ મોદી, બ્રિજેશભાઈ મેરજા, વિનોદભાઈ મોરડીયા, આર.સી. મકવાણા, અરવિંદભાઈ રૈયાણી, સાંસદો મોહનભાઈ કુંડારીયા, રમેશભાઈ ધડુક, ધારાસભ્યો જયેશભાઈ રાદડીયા, કુંવરજીભાઈ બાવળીયા, ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, જવાહરભાઈ ચાવડા, મેયર પ્રદીપભાઈ ડવ, કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડા, વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણી, દિલીપભાઈ સંઘાણી, ધનસુખભાઈ ભંડેરી, ડો. વલ્લભભાઈ કથીરીયા, ગોરધનભાઈ ઝડફીયા, ભરતભાઈ બોઘરા, ભૂપતભાઈ બોદર, ચેતનભાઈ રામાણી, ધીરૂભાઈ ગોહિલ, પુષ્કરભાઈ પટેલ, પ્રશાંતભાઈ કોરાટ, નાગદાનભાઈ ચાવડા, મનસુખભાઈ ખાચરીયા, મનિષભાઈ ચાંગેલા સહિતના ઉપસ્થિત રહેશે. અતિથિ વિશેષ તરીકે ઠાકોર સાહેબ માંધાતાસિંહજી મનોહરસિંહજી જાડેજા (રાજકોટ) ઉપસ્થિત રહેશે.

આ કાર્યક્રમમાં રાજકોટના કલેકટર અરૂણ મહેશબાબુ, કમિશ્નર અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, એસ.પી. બલરામ મીણા સહિતના ઉપસ્થિત રહેશે.

(3:24 pm IST)