Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021

રાજુલામાં બંધ મકાનમાં ચોરી કરનાર ર યુવતિ સહિત ૩ ઝડપાયા

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.ર૬ : રાજુલા ટાઉનમાં જાફરાબાદ રોડ ઉપર આવેલ ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રહેતા વિજયભાઇ જાદવભાઇ ટાંક (ઉ.૪૦) સવારે સાડાઆઠેક વાગ્યે પોતાના ઘરને તાળા મારી પોતાના પરિવાર સાથે ભગુડા માતાજીના દર્શન કરવા માટે ગયેલ હતા. અને બીજા દિવસે ઘરે પાછા ફરતા પોતાના ઘરમાં ચોરી થયેલ હોવાનું જાણવા મળેલ હતું. અજાણ્યા આરોપીઓએ તેમના બંધ મકાનના તાળા તોડી રૂમમાં લોખંડના ટેબલના ખાનામાંથી રોકડા રૂ.૧,પ૦,૦૦૦ તથા કબાટની તિજોરીમાં રાખેલ સોનાનો સેટ, બુટી સાથે કિ.રૂ.૩પ,૦૦૦ તથા સોનાની વીંટી નંગ-૧ કિ. રૂ.૮,૦૦૦, તથા ચાંદીની કડલી જોડ-૧. કિ. રૂ.પ૦૦ મળી કુલ કિ.રૂ.૧,૯૩,પ૦૦ ના મુદ્દામાલની ચોરી કરી લઇ ગયેલ હોય. આ અંગે વિજયભાઇ જાદવભાઇ ટાંકનાઓએ ફરીયાદ અજાણ્યા આરોપીઓ વિરૂધ્ધનોંધાઇ હતી.

અમરેલી એલ.સી.બી.ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. આર.કે. કરમટા પો.સ.ઇ. પી.એન. મોરી તથા એલ.સી.બી.ટીમ દ્વારા રાજુલા શહેરમાં બનવા પામેલ ઘરફોડ ચોરીના ગુનાના આરોપીઓને શોધી કાઢવા માટે રાજુલા શહેર તથા અમરેલી જિલ્લાના એન્ટ્રી અને એકઝીટ પોઇન્ટ પરના સી.સી. ટી. વી.કુટેજ ચેક કરવામાં આવેલ હતા. સી. સીટી.વી. કુટેજના સતત અભ્યાસ દરમિયાન રાજુલા વિસ્તારમાં એક સફેદ રંગની મારૂતી સુઝીકી કંપનીની આરઆઇટીઝેડ મોડલની ટેકસી પાસીંગ વાળી કાર શંકારસ્પદ કરીતે આંટા ફેરા મારતી જેવા મળેલ હતી. આ કારનું પગેરૂ શોધતા અમરેલી જિલ્લા, ભાવનગર જિલ્લા અને ગુજરાત રાજયના બોર્ડર વિસ્તારના સી.સી.ટી.વી. કુટેજ ચેક કરતા આ કારના રજી.નંબર એમ.એમ.-૪૭-સી ૮૩૩૬ હોવાનું જણાઇ આવતા, એલ.સી.બી.ટીમ દ્વારા મહારાષ્ટ્ર જઇ, આર.ટી.ઓ.નો સંપર્ક કરી, કારના રજી. નંબર પરથી કારના માલીક સુધી પહોંચવાનો પ્રયત્ન કરેલ, પરંતુ આ કાર ગૌરી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના નામે રજી. થયેલ હતી. અને આ કંપની બંધ થઇ ગયેલ હોવાનું જાણવા મળેલ હતું.

તેમ છતાં એલ.સી.બી.ટીમ દ્વારા કાર માલિકને શોધી કાઢવા પ્રયત્નો શરૂ રાખવામાં આવેલ. આર.ટી.ઓ. કચેરી ટેકનીકલ સોર્સ, ટોલ નાકા, સ્થાનીક રહીશોની પુછપરછ બાદ અંતે ગાડીના મુળ માલિક સુધી પહોંચી આ કારના હાલના વપરાશકર્તા અંગે માહિતી મેળવી. બે મહિલાઓ સહિત કુલ ત્રણ શકદારોને શોધી કાઢી. તેઓની પુછપરછ કરતાં, તેમણે રાજુલા ટાઉનમાં ઘરફોડ ચોરી કરેલ હોવાની કબુલાત આપેલ હતી.

પોલીસે શાહીદ અબ્દુલવહાબ શેખ, ઉ.ર૧, રે. થાના-મુંબ્રા,, કૌસા, ચરની પાડા, ઢોલે ચાલ, રૂમ નંબર ૮અબી (મહારાષ્ટ્ર) તમન્ના ઉર્ફે નેહા મઝહર સૈયદ, ઉ.ર૬, રહે. દુર્ગા રોડ, અમૃતનગર, મુંબ્રા, થાણે (મહારાષ્ટ્ર) મલ્લિકા મહમદસલીમ શેખ ઉ.રર, રહે. દુર્ગા રોડ, અમૃતનગર, મુંબ્રા. થાણે (મહારાષ્ટ્ર) ની રોકડા રૂપીયા ૪૭,૭૦૦ ગુન્હો કરવા માટે ઉપયોગમાં લીધેલ મારૂતી સુઝીકી કંપનીના આરઆઇટીઝેડ કારના રજી. નંબર એમ.એચ-૪૭-સી ૮૩૩૬ કિ.રૂ.૧,૦૦,૦૦, મોબાઇલ ફોન નંગ-૩, કિ. રૂ.૧૦,૫૦૦, મળી કુલ રૂ. ૧,પ૮,ર૦૦ નો મુદ્દામાલ જપ્ત કરેલ છે.

પકડાયેલ આરોપીઓ તથા મુદ્દામાલ આગળની કાર્યવાહી થવા માટેરાજુલા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે. આ ગુનાની તપાસ કરનાર ડીવી.પ્રસાદ, પોલીસ ઇન્સ. રાજુલા પો.સ્ટે નાઓએ આરોપીઓને નામ રાજુલા કોર્ટમાં રજુ કરી. વધુ તપાસ માટે પોલીસ રીમાન્ડની માંગણી કરતા નામ.રાજુલા કોર્ટ દ્વારા આરોપીઓના દિન-૭ ના રીમાન્ડ મંજુર થયેલ છ.ે

આ કામગીરી અમરેલી પોલીસ અક્ષિક નિર્લિપ્ત રાયની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્. આર.કે.કરમટા, પો.સ.ઇ. પી.એન.મોટી તથા એલ.સી.બી.ટીમ દ્વારા કરવામાં આવેલ છ.ે

(12:55 pm IST)