Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021

ટંકારા પાસે અકસ્માતમાં રહીમભાઇ ચૌધરીનું મોત : મોમીન સમાજમાં શોકનું મોજુ

ટ્રકે ડબલ સ્વારી બાઇકને ઉલાળ્યું : બાઇક પાછળ બેઠેલ ઉસ્માનભાઇને ઇજા

 (પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા. ર૬ : ટંકારા મોરબી હાઈવે પર ડબલસવારી બાઈકને ટ્રક ચાલકે ઠોકર મારી હતી જે અકસ્માતમાં બાઈક સવાર મોમીન સમાજના યુવાનનું મોત નીપજતા અરેરાટી વ્યાપી ગઇ છે.

ટંકારા – મોરબી રોડ ઉપર લજાઈ ચોકડી નજીક ડબલ સવારી મોટર સાયકલ ઉપર જઈ રહેલ ટંકારા શહેરના મોમિન સમાજના ઉસ્માનભાઈ વલીમામદભાઈ મેસાનિયા અને રહિમભાઈ અલાદીનભાઈ ચૌધરીને પાછળથી ટ્રકે જોરદાર ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં રહિમભાઈ અલાદીનભાઈ ચૌધરીનુ ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું અને ઉસમાનભાઇ ઘાયલ હોય ૧૦૮ એમ્બ્યુલન્સના પાયલોટ સંદિપભાઈ અને ડોકટર રૂબિયાબેન દ્વારા મોરબી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.બનાવને પગલે ટંકારા મોમિન સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને મોમીન સમાજના લોકો મોટી સંખ્યામાં સિવીલ હોસ્પિટલ ટંકારા ખાતે પહોંચી ગયા હતા.

(12:46 pm IST)