Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021

અમરેલી જિલ્લામાં નેટ હાઉસ કયારે બનાવવામાં આવશે ? મંજુર થયેલ નેટ હાઉસ કોન્ટ્રાકટ નહિ આપવાના કારણે બનાવવામાં આવેલ નથી

રાજુલાના ખેડૂતોને ટેકાના ભાવે મગફળીના મેસેજ નહિ મળતા હાલાકી : ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમરે કૃષિ પ્રધાન રાઘવજીભાઇ પટેલને પત્ર પાઠવી રજૂઆત કરી

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા તા. ૨૬ : ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે જિલ્લામાં કૃષિ ક્ષેત્રે પડતી હાલાકી બાબતે રાજયના કૃષિપ્રધાન રાઘવજીભાઈ પટેલનું ધ્યાન દોરી પત્ર પાઠવી નિરાકરણ કરવા રજુઆત કરેલ છે.

લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે રાજયના કૃષિપ્રધાન રાઘવજીભાઈ પટેલ ને જિલ્લામાં નેટ હાઉસ બાબતે તેમજ રાજુલા તાલુકાના ખેડૂતોને ટેકાના ભાવે મગફળીના મેસેજ નહિ મળતા બાબતે રજુઆત કરી પ્રશ્નો નિવારવા કરવા રજુઆત કરેલ છે.

રાજયના કૃષિમંત્રીને પત્રમાં જણાવ્યું છે કે જિલ્લા મથકે બે વર્ષથી નેટ હાઉસ મંજુર કરવામાં આવ્યું છે પણ યોગ્ય કોન્ટ્રાકટ નહિ આપવાના કારણે નેટ હાઉસ બનાવી નથી શકયા ત્યારે ત્વરિત નેટ હાઉસ બનાવવા આવે તે જરૂરી છે.

તેમજ જિલ્લાના રાજુલા તાલુકામાં ખેડુતમાંથી મોટા પ્રમાણમાં ફરિયાદ ઉઠવામાં પામી છે ટેકાના ભાવે મગફળી આપવામાં માંગતા ખેડૂતોને મેસેજ મળતા નથી જેથી ખેડૂતો મુશ્કેલીઓમાં મુકાય ગયા છે ત્યારે આ બાબતે યોગ્ય તટસ્થ તપાસ કરવામાં આવે અને જવાબદાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા કરવામાં આવી હતી.

(12:44 pm IST)