Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021

રાજુલાના ખાખબાઇય સાધ્વી રેખાબેનની હત્યા કરનાર અરવિંદ ઉર્ફે નકો ડાભી ઝડપાયો

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ર૬ : રાજુલાના ખાખબાઇ ગામના આશ્રમના સાધ્વી રેખાબેનની હત્યા કરનાર અરવિંદ ઉર્ફે નકો ગોબરભાઇ ડાભીની પોલીસે ધરપકડ કરી છ.ે

રાજુલા તાલુકાના ખાખબાઇ ગામ પાસે ચામુંડા આશ્રમ આવેલ છે આ આશ્રમમાં રેખાબેન ગોવિંદભાઇ મેર નામના સાધ્વી રહેતા હતા. રેખાબેન છેલ્લા વીસ વર્ષથી સાધ્વી જીવન જીવતા હતા અને આ આશ્રમમાં સેવાપુજા કરતા હતા.આ આશ્રમમાં અરવિંદ ઉર્ફે નકો ગોબરભાઇ ડાભી નામનો સેવક પણ છેલ્લા ત્રણેક વર્ષથી રહેતો હતો. સેવક અરવિંદ ઉર્ફે નકો ગોબરભાઇ ડાભીના મનમાં આ આશ્રમની જમીન પચાવી પાડવાની લાલચ જાગતા તેણે સાધ્વી રેખાબેન પાસે આ જમીન માંગેલ હતી પરંતુ સાધ્વી રેખાબેને આશ્રમની જમીન આપવાની ના પાડતા બંને વચ્ચે આશ્રમની જમીનના પ્રશ્ને માથાકુટ પણ થયેલ હતી. જેથી અરવિંદ ઉર્ફે નકો આશ્રમ છોડીને જતો રહેલ હતો.

ગઇ તા. ર૧/૧૧/ર૦ર૧ ના સાંજના સાતેક વાગ્યે સાધ્વી રેખાબેન તથા તેમના મોટા બહેન મધુબેન વા/ઓ ભાવેશભાઇ કાનાભાઇ મકવાણા, ઉ.૬૦ રહે. હાલ ખાખબાઇ તા.રાજુલા જિ. અમરેલી, મુળ રહે. વિસાવદર તા. વિસાવદર જિ. જુનાગઢનાઓ ચામુંડા આશ્રમના ફરજમાં ગાય દોહવા માટે જતા આશ્રમની જમીન બાબતે થયેલ માથાકુટનું મનદુઃખ રાખી અરવિંદ ઉર્ફે નકો ગોબરભાઇ ડાભીએ સાધ્વી રેખાબેનને છરા જેવા તિક્ષ્ણ હથિયાર વડે આડેધડ ઘા મારી સાધ્વી રેખાબેનની હત્યા નિપજાવી, સાંધ્વી રેખાબેનના મોટા બહેન મધુબેનને જાનથી  મારી નાંખવાની ધમકી આપી ત્યાંથી નાસી છુટેલ હતો.

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાયની સુચના અને માર્ગદર્શન મુજબ અમરેલી એલ.સી.બી.ઇન્ચાર્જ પોલીસ ઇન્સ આર.કે.કરમટા તથા પો.સ.ઇ. પી. એન. મોરી તથા એલ.સી.બી.ટીમ દ્વારા કરવામાં આવેલ છે.

(12:57 pm IST)