Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021

જામનગરમાં વ્હોરાના હજીરા પાસે અજાણી સ્ત્રીની લાશ મળી

જામનગર, તા.૨૬: અહીં લાલવાળી આવાસ બ્લોક નં.૬૮, જામનગરમાં રહેતા પ્રદિપભાઈ કરશનભાઈ જેઠવા, ઉ.વ.પ૧ એ સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, ૩૦ થી ૩પ વર્ષ વાળી  મહિલા વ્હોરાના હજીરા પાછળ આવેલ નાથા ધ્રોલ પુલના નીચે આવેલ પાણીમાં કોઈપણ કારણસર પડી જતા લાશ કોહવાઈ ગયેલ હાલતમાં પાણીમાંથી મળી આવેલ છે.

આંકડા લખતા બે ઝડપાયા

સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. શીવરાજસિંહ નટુભા રાઠોડ એ ફરીયાદ નોંધાવી છે કે, કિશાન ચોક, જુલાપીરની દરગાહની બાજુમાં હુશેનભાઈ ઉર્ફે હુશી જમાલભાઈ શેખ, હનીફભાઈ ઈશાકભાઈ ખફી, આંકડા લખેલ સ્લીપ તથા રોકડા રૂ.૬૩૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

જૂની અદાવતનો ખાર રાખી મારમાર્યાની રાવ

અહીં સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ઈબ્રાહીમભાઈ ઉર્ફે ઉસ્તાદ અબ્દુલસતાર વજબાણી, રે. રંગુનવાલા હોસ્પિટલ પાસે, સાટીવાડ, અકબરશા મસ્જિદ પાસે, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, રંગુનવાલા હોસ્પિટલ, સાટીવાડ, અકબરશા મસ્જિદ પાસે ફરીયાદી ઈબ્રાહીમભાઈના સાળીના દિકરા સાથે અગાઉ આરોપી આદમ ખફી, રે. મસીતીયા ગામ વાળાને બોલાચાલી થયેલ હોય તેનો ખાર રાખી આરોપી આદમ ખફી એ ફરીયાદી ઈબ્રાહીમભાઈને ગાળો દઈ ઢીકાપાટુનો માર મારી તેમજ ફરીયાદી ઈબ્રાહીમભાઈને છોડાવવા વચ્ચે પળેલ તેમના પત્ની  રૂકશાનાબેનને છરી વડે બે છરકા કરી સારવારના ટાકા આવે તેવી ઈજા પહોંચાડી ઢીકાપાટુનો માર મારી તેમજ આરોપી સાથે રહેલ અજાણ્યો ઈસમે ફરીયાદી ઈબ્રાહીમભાઈના પત્ની રૂકશાનાબે તથા દિકરી સનાબાનુ તથા ફરીયાદી ઈબ્રાહીમભાઈના સાળીની દિકરી ફરઝાનાને લોખંડના પાઈપ વડે આડેધડ ઘા મારી મંુઢ ઈજા કરી એકબીજાને મદદગારી કરી ગુનો કરેલ છે.

દારૂ સાથે ઝડપાયા

પંચ બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. સુરેશભાઈ રામદેભઈ ડાંગર એ ફરીયાદ નોંધાવી છે કે, દરેડ  જી.આઈ.ડી.સી. ફેઈસ –૩, શિવમ પાર્ક પાસે, તા.જિ.જામનગરમાં આરોપી મનીષ ઉર્ફે અશોક કારૂભાઈ વ્યાસ, રે. દરેડ ગામ વાળો બોટલ નંગ–૧, કિંમત રૂ.પ૦૦/– સાથે ઝડપાઈ ગયેલ છે.

સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં  કોન્સ. મહાવીરસિંહ વનરાજસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, દિપક ટોકીઝની પાસે, પંચરની પેટી પાછળ,જામનગરમાં આરોપી મુનાફ ઉર્ફે મુનો મહમદભાઈ આંબલીયાએ બોટલ નંગ–૬, કિંમત રૂ.૩,૦૦૦/– સાથે રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે. તથા દારૂ પુરો પાડનાર આરોપી ઈરફાન મજીદભાઈ મકરાણી ફરાર થઈ ગયેલ છે.

(12:41 pm IST)