Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021

ખંભાળીયામાં સોનાના ચેઇનની ચિલઝડપ-મારામારીના ગુન્હામાં સંડોવાયેલ અકબર ઉર્ફે હકો બ્લોચ પાસા હેઠળ જેલહવાલે

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા,તા. ૨૬:  જાહેર સ્થળ ઉપર છરીની અણીએ સોનાની ચેન છુંટવી જાહેરમાં મારામારી કરી તેમજ ભૂતકાળમાં પણ જાહેર સ્થળો ઉપર પબ્લિક ઓર્ડર જોખમાય તે રીતે તેમજ જનતામાં ભય, ડરનો માહોલ સર્જાય તે રીતે કુલ.. શરીર સંબંધી ગુનાઓ આચરનાર આરોપી નામે અકબર ઉર્ફે હકો અલીભાઇ બ્લોચ જાતે મકરાણી (ઉવ.૨૭) રહે. રેલ્વે સ્ટેશન રોડ, એલ.આઇ.સી ઓફિસની પાછળ ખંભાળીયા, જિ.દેવભૂમિ દ્વારકાનાઓ વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર એમ.એ.પંડ્યાએ પાસા દરખાસ્ત મંજુર કરતા આરોપીને પકડી પાડી જાહેર વ્યવસ્થા બનાવી રાખવાના હેતુસર પાસા અટકાયત કરી વડોદરા મધ્યસ્થ જેલ હવાલે કરવા મોકલી આપેલ છે.

આ કામગીરી દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષકની સુચનાથી ખંભાળીયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર પી.એમ.જુડાલ, એ.એસ.આઇ દિપકભાઇ એસ.રાવલીયા, પો. કોન્સ. ગોવિંદભાઇ વી. કરમુર, પોલીસ હેડ કોન્સ. પ્રદીપસિંહ એસ.જાડેજા તથા પો.કોન્સ.યોગરાજસિંહ ડી.ઝાલા દ્વારા કરવામાં આવેલ છે.

(12:58 pm IST)