Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021

જુનાગઢ વિસાવદર તાલુકાના ગામડાઓના વિકાસ અર્થે ૧.૬૦ કરોડના ખર્ચે થશે પુલનું નિર્માણ

જુનાગઢ તા.૨૬ : વિસાવદર વિધાનસભા મત વિસ્તારના જૂનાગઢ અને વિસાવદર તાલુકા હેઠળ આવતા જુનાગઢ તાલુકા હેઠળના પાતાપુર-સણાથા- ઇટાળારોડ પર આવતા કોઝવે ના સ્થાને પુલ બનાવવા અંતર્ગત અંદાજિત રૂપિયા ૮૦ લાખ અને વિસાવદર વિધાનસભા મતવિસ્તાર વિસાવદર તાલુકા હેઠળના મહુડા મહુડી, છેલણકા રોડ પર આવતા કોઝવેના સ્થાને અંદાજીત રકમ રૂપિયા ૮૦ લાખ એટલે કે જુનાગઢ અને વિસાવદર તાલુકાના ગામડાઓમાં રૂપિયા એક કરોડ અને ૬૦ લાખના ખર્ચે સરકારશ્રીની યોજના મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ મંજૂર કરવામાં આવેલ છે આ મહત્વપૂર્ણ નિર્ણયને લઈને આગામી દિવસોમાં પાતાપુર, સણાથા, ઇટાળા રોડ સાથે મહુડા, મહુડી, છેલણકા રોડ સાથે આજુબાજુના વિસ્તારોમાં રહેતા ખેડૂતભાઈ ઓને કોઝવેના સ્થાને પુલનું નિર્માણ થવાના કારણે ચોમાસામાં પડતી મુશ્કેલીઓ નો અંત આવશે અને રાહદારીઓને પણ રાહત મળશે, સરકારશ્રીના આ મહત્વપૂર્ણ કામગીરી સાથેના નિર્ણય માટે જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ કિરીટભાઇ પટેલે મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઈ પટેલ અને કેબિનેટ મંત્રી  પૂર્ણેશભાઈ મોદીજીનો ખુબ ખુબ આભાર વ્યકત કર્યો હતો.

(11:39 am IST)