Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021

ગોંડલ યાર્ડના ચેરમેનપદે અલ્પેશ ઢોલરીયા - વાઇસ ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા

ત્રણ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતા નવા હોદ્દેદારોની વરણી : આવકની દ્રષ્ટિએ ગોંડલ યાર્ડ ગુજરાતનું બીજા નંબરનું યાર્ડ

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ૨૬ : ગોંડલ માર્કેટ યાર્ડના નવા ચેરમેન,વાઇસ ચેરમેનની આજે યોજાયેલ ચુંટણીમાં યુવા અગ્રણી અલ્પેશભા ઢોલરીયા ચેરમેન તરીકે તથા વાઇસ ચેરમેન તરીકે ધર્મેન્દ્રસિંહ જાડેજા બિનહરીફ ચુંટાયા છે. જુનાગઢ જીલ્લા રજીસ્ટ્રારની હાજરીમા માર્કેટ યાર્ડ ખાતે ચુંટણી યોજાઇ હતી. પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા સહિત ભાજપના હોદેદારો, કાર્યકર્તાઓ અને સમર્થકોનીઙ્ગ વિશાળ હાજરી વચ્ચે ચુંટણી યોજાઇ હતી.

ત્રણ વર્ષના શાસન કાળ દરમ્યાન સતા છોડી રહેલા ચેરમેન ગોપાલભાઈ શિંગાળા તથા વાઇસ ચેરમેન કનકસિંહ જાડેજાએ સચ્યુત ટીમ વર્ક દ્વારા ગોંડલ યાર્ડ ને પ્રગતિશીલ અને મોડલ યાર્ડ બનાવવા સફળ રહયા છે. આ બન્ને શાસકો દશ કરોડ જેવી માતબર રકમ નવા શાસકોને ભેટ આપતા ગયા છે. તદઉપરાંત શાસન કાળ દરમ્યાન શેષ ફી, સબ યાર્ડ, શોપિંગ સેન્ટરો, નવી દુકાનો દ્વારા રૂા.૬૭,૩૦,૬૬૮૨૯ જેવી નોંધનીય આવક કરવામા સફળ રહયા છે. આવકની દ્રષ્ટિએ ગોંડલ યાર્ડ ગુજરાતનું બીજા નંબરનુ યાર્ડ બન્યુ હોય ગોપાલભાઈ શિંગાળા તથા કનકસિંહ જાડેજાની જોડી એ નવા આયામોનું સર્જન કર્યુ છે.

છેલ્લા ત્રણ વર્ષોમા ખેડુતોને સુવિધા અને વેપારીઓને વ્યાપારમા અનેકગણી વૃધ્ધિ થવા પામી છે. ગોંડલ માર્કેટ યાર્ડ સૌરાષ્ટ્રનંુ અવ્વલ દરજ્જાનું બનવા પામ્યું છે. જેનો સીધો ફાયદો નવા ચેરમેનને થશે એ હકીકત છે.(૨૧.૧૩)

નવા રાજકીય આયામો સર્જાશે

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ૨૬ : છેલ્લા કેટલાક સમયથી ગોંડલના રાજકીય ફલક પર ઉભરી રહેલી 'ત્રિપુટી'  પ્રફુલભાઈ ટોળીયા, અશોકભાઈ પિપળીયા તથા અલ્પેશભાઈ ઢોલરીયા પૈકી અશોકભાઈ પિપળીયાને ભાજપ મોવડી મંડળે નાગરીક બેંકના ચેરમેનનુ મહત્વનું સ્થાન આપ્યા બાદ હવે અલ્પેશભાઈ ઢોલરીયા અગ્રીમ ગણાતાં ગોંડલ માર્કેટ યાર્ડમા ચેરમેન બનતાં નવા રાજકીય આયામો સાથે ગોંડલના રાજકારણમાં ત્રિપુટી યુગનો પ્રારંભ થવા પામ્યો છે.

(11:16 am IST)