Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021

મોરબી પંથકમાં ૬ નવી ગ્રામ પંચાયતોની રચના

પંચવટી, ટાટાનગર, ઇંદિરાનગર, આર્યનગર વગેરેનું નવુ અસ્તિત્વ

મોરબી તા. ર૬ : મોરબી પંથકની (૧) ખિરઇ ગામમાંથી પંચવટી નવી ગ્રામ પંચાયત (ર) બોડકીમાંથી ટાટાનગર નવી ગ્રામ પંચાયત (૩) જીજુંડામાંથી સોલંકીનગર નવી ગ્રામ પંચાયત (૪) ચાચાવદરડામાંથી નીરૂબેન પટેલનગર નવી ગ્રામ પંચાયત (પ) મહેન્દ્રનગરમાંથી ઇન્દીરાનગર નવી ગ્રામ પંચાયત અને (૬) જબલપુરમાંથી આર્યનગર નવી ગ્રામ પંચાયત વિગેરે ગ્રામ પંચાયતો નવી અસ્તિત્વમાં આવેલ છે.

રાજયના પંચાયત (સ્વતંત્ર હવાલો) મંત્રી બ્રિજેશ મેરજાએ આ અંગે પંચાયતીરાજના વિકેન્દ્રીકરણની વિભાગનાને ધ્યાને લઇને, આ જુથ્થ ગ્રામ પંચાયતોમાંથી અલગ ગ્રામ પંચાયત કરીને લોકોને પંચાયત દ્વારા વધુમાં વધુ વિકાસનો લાભ મળે તે મધ્યનજરે રાખીને આ નવી ગ્રામ પંચાયતનો નિર્ણય કર્યો છ.ે

પંચાયતીરાજના ઇતિહાસમાં મોરબી પંથકમાં એકી સાથે ૬ જેટલી ગરામ પંચાયતોનું અલગ અસ્તિત્વ આપવામાં મંત્રી બ્રિજેટ મેરજાની વહીવટી કુનેહ કામ કરી ગઇ છે. જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઇ શિહોરા અને ઉપપ્રમુખ જાનકીબેન જીગ્નેશભાઇ કૈલા તેમજ મોરબી તાલુકા પંચાયત પ્રમુખ રમાબેન કાનીભાઇ ચાવડા, માળીયા (મી.) તાલુકા પંચાયત રમેશભાઇ રાઠોડ ટંકારા તાલુકા પંચાયત પ્રમુખ પુષ્પાબેન પ્રભુભાઇ કામરીયા વિગેરેએ આવકારેલ છે.

(11:16 am IST)