Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021

વલ્લભીપુર માર્કેટીંગ યાર્ડમાં ચેરમેન અને વાઇસ ચેરમેન તરીકે ભાજપના બળવાખોર ચૂંટાયા

વ્હીપ અને મેન્ડેડની ઐસીતૈસી કરાતા રાજકીય ગરમાવો


(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા. ર૬ :.. ભાવનગરનાં વલ્લભીપુર માર્કેટીંગ યાર્ડમાં ચેરમેન અને વાઇસ ચેરમેન તરીકે ભાજપનાં બળવાખોરો ચૂંટાઇ આવ્યા છે.
મળતી વિગતો મુજબ ભાવનગર જીલ્લાનાં વલ્લભીપુર માર્કેટીંગ યાર્ડની ચૂંટણીમાં ભાજપનાં મેન્ડેટથી વિપરીત ઉંમેદવારો ચૂંટાતા ચકચાર જાગી છે. યાર્ડનાં ચેરમેન તરીકે વલ્લભીપુર શહેર ભાજપ પ્રમુખ નીતિનભાઇ ગુજરાતી અને વાઇસ ચેરમેન પદે કાળુભાઇ મેરનો વિજય થયો છે. આ બન્ને વિજેતા ભાજપનાં બળવાખોર છે. ભાવનગર જીલ્લા ભાજપ પ્રમુખ મુકેશભાઇ લંગાળીયાનાં હોમ ગ્રાઉંન્ડ પીચ પર જ તેના વ્હીપ અને મેન્ડેડથી ઐસી તૈસી કરી ભાજપનાં બળવાખોર ચૂંટાઇ આવતાં રાજકીય વર્તુળો માં ચર્ચા જાગી છે.

 

(11:13 am IST)