Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021

ભાયાવદરના શિક્ષકને થયેલ સજાના હુકમને સેસન્સ કોર્ટ દ્વારા બહાલી

૬ વર્ષની બાળકીની છેડછાડના ગુનામાં પકડાયેલ

ધોરાજી,તા. ૨૬: ભાયાવદરના શિક્ષક પ્રફુલ ભાણજી માકડીયા ને સજા કન્ફર્મ રાખી સેસન્સ કોર્ટ મહત્વનો ચુકાદો આપેલ હતો.

ભાયાવદર ગામના શિક્ષક શ્રી પ્રફુલ્લ ભાણજીભાઈ માકડીયાની સામે ભોગ બનનાર દીકરી કે જેમની ઉંમર વર્ષ ૬ હતી અને તેણે ટ્યુશનમાં જતી હતી ત્યારે આ પ્રફુલભાઈ માકડીયા એ આ દીકરીને બિભત્સ વિડિયો દેખાડી અને શારીરિક છેડછાડ કરેલી હતી. જે અંગેની ફરિયાદ થતાં ભાયાવદર ના ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ કેતનકુમાર રમેશચંદ્ર ત્રિવેદીએ ૮ ડિસેમ્બર ૨૦૨૦ના રોજ તકસીરવાન ઠરાવી અને છ માસની સજા તથા રૂપિયા ૫૦૦નો દંડ ફટકાર્યો હતો.

આ ચુકાદો આવ્યા બાદ પ્રફુલ શામજીભાઈ માકડીયાએ ધોરાજીના એડિશનલ ડિસ્ટ્રીકટ જજની કોર્ટમાં અપીલ દાખલ કરેલી હતી અને ચુકાદાને પડકાર હતો તેની સામે સરકાર પક્ષે એડિશનલ પબ્લિક પ્રોસિકયુટર શ્રી કાર્તિકેય પારેખે પણ સજા વધારવા માટે અપીલ દાખલ કરેલી હતી.

સરકારી વકીલ કાર્તિકેય પારેખ તરફથી દલીલ કરવામાં આવેલી હતી કે આ પ્રફુલભાઈ સરકારી સ્કૂલના કર્મચારી છે અને તે ટ્યુશન કરી શકે નહીં ત્યારથી ગેરકાયદેસર પ્રવૃત્ત્િ। છે અને તેનાથી વધારે એક નાની એવી દીકરી કે જેમના ઉજ્જવળ ભવિષ્ય ના નિર્માણ માટે તેમના માતા-પિતા આ પ્રફુલભાઈ પાસે શિક્ષણ લેવા માટે મોકલેલા હતા ત્યાં પ્રફુલભાઈ અંગત મનોરંજન માટે તેણીની સાથે જે કૃત્ય કરેલું છે તે ક્ષમાને પાત્ર નથી અને દાખલારૂપ ચુકાદો આપવો જોઈએ. વિશેષમાં હાલમાં આવા ગુના ની સજા દસ વર્ષ જેવી છે પરંતુ આ બનાવ બનેલો હતો ત્યારે જૂનો કાયદો અમલમાં હતો એટલા માટે મહત્ત્।મ સજા કરવી જોઈએ.

આ તમામ દલીલો અને રજુ થયેલા દસ્તાવેજી પુરાવાઓ તથા નીચેની અદાલત સમક્ષ ની જુબાની ઓ ને ધ્યાને લઇ અને ધોરાજીના એડિશનલ ડિસ્ટ્રિકટ એન્ડ સેશન્સ જજ શ્રી રાહુલ મહેશચંદ્ર શર્માએ આરોપી ની સજા માં વધારો કરેલો છે અને સજા બે વર્ષની એટલે કે મહત્ત્।મ સજા કરેલી છે દંડ પણ રૂપિયા ૫૦૦ માંથી વધારીને રૂપિયા ૧૦,૦૦૦ કરેલો છે. અને આ ચુકાદાથી હાલ આરોપી પ્રફુલ ભાણજી માકડીયા જેલહવાલે થયેલ છે.

(11:01 am IST)