Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021

વ્હોરા ધર્મગુરૂના જન્મદિવસની ગોંડલ ટાઉન હોલે દરેક ધર્મના વડાઓ દ્વારા પ્રતીકાત્મક ઉજવણી

ગોંડલ તા. ૨૬ : તાજેતરમાં દાઉદી વ્હોરા સમાજના આંતરરાષ્ટ્રીય ધર્મગુરુના જન્મદિવસની ટાઉનહોલ ગોંડલ ખાતે પ્રતીકાત્મક ઉજવણી થઈ હતી. જેમાં ગોંડલ શહેરની બધી જ સામાજિક સંસ્થાઓ તથા બધાજ ધર્મના વડાઓએ સાથે રહી કેક કટિંગ કરી સામાજિક સમરસતાનો પરિચય આપ્યો.

સામાજિક સમરસતાના ઉત્કૃષ્ઠ ઉદાહરણ રૂપ આ કાર્યક્રમમાં આનંદ સ્વામીજી, વડવાળી જગ્યાના મહંતશ્રી, સાંસદના પુત્ર પ્રતિનિધિ સાવનભાઈ ધડુક, શહેર ભાજપ પ્રમુખ ચંદુભાઈ દુધાત્રા, ઉપપ્રમુખ કિશોરભાઈ ધડુક, માર્કેટિંગ યાર્ડ ચેરમેન ગોપાલભાઈ શીંગાળા, વાઇસ ચેરમેન કનકસિંહ જાડેજા, નાગરિક બેંક ચેરમેન અશોકભાઈ પીપળીયા, વેપારી મહામંડળ ના પ્રમુખ ગોપાલભાઈ ટોળીયા, નાગરિક બેંક ડિરેકટર યતીશભાઈ દેસાઈ, યુવા ભાજપ અગ્રણી ઓમદેવસિંહ જાડેજા, નગરપાલિકા દંડક રાજેન્દ્રસિંહ જાડેજા, નગરપાલિકા પૂર્વ સદસ્ય અનિલભાઈ માંધડ, ભાજપ જિલ્લા ઉપાધ્યક્ષ રીનાબેન ભોજાણી, ભાજપ જિલ્લા મહિલા ઉપાધ્યક્ષ મોનાબા પરમાર, ભાજપ જિલ્લા મહિલા મહામંત્રી અસ્મિતાબેન રાખોલિયા, યુવા મહામંત્રી જિગરભાઈ સાટોડીયા, શહેર મહિલા પ્રમુખ દક્ષાબેન દુધાત્રા, શહેર ભાજપ મહિલા મંત્રી રસિલાબેન રૈયાણી, ટિફિન સેવા વાળા ચંદુબાપુ, પ્રકૃતિપ્રેમી હિતેશભાઈ દવે, સીનીયર ધારાશા સ્ત્રી શિવલાલ ભંડેરી, સમાજ સેવક રમેશભાઈ ઝવેરી, ઉદ્યોગભારતીના ચંદ્રકાન્તભાઈ પટેલ, વિશ્વ હિંદુ પરિષદના ધર્મેન્દ્રભાઈ રાજાણી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ડો. નિર્મળસિંહ ઝાલા, અનિલભાઈ ગજેરા, રોટરી કલબના જીતેન્દ્રભાઈ માંડલીક, વરિષ્ઠ લોહાણા સમાજના વિનુભાઈ વસાણી, રામજી મંદિરના કિશોરભાઈ ઉનડકટ, વિદ્યાર્થી ભવનના જયોતીશભાઈ કોટક, પીજીવીસીએલના શિયારા, બલદાણીયા, ધડુક, હેલ્થ વિભાગના સૂર્યદીપસિંહ તથા ભગવત ભુમીના તંત્રી પૃથ્વીસિંહ જાડેજા વિગેરેએ સાથે મળી કેક કાપીને જન્મદિવસની પ્રતીકાત્મક ઉજવણી કરી.

આ કાર્યક્રમમાં દાઉદી વ્હોરા સમાજ દ્વારા માર્કેટિંગ યાર્ડ, રામ હોસ્પિટલ, ગોપાલભાઈ ટોળીયા, ચંદુબાપુ, અનિલભાઈ માંધડ, પ્રકૃતિપ્રેમી હિતેશભાઈ દવે, ધારાશાસ્ત્રી ભંડેરીનું તેમની વિવિધ સામાજીક સેવાઓ બદલ શિલ્ડ આપી તેમજ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું.

કાર્યક્રમને અનુરૂપ આનંદ સ્વામી દ્વારા દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરૂનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું. તેમજ માર્કેટિંગ યાર્ડ વાઇસ ચેરમેન કનકસિંહ બાપુ, રાજેન્દ્રસિંહ જાડેજા વિગેરેએ પ્રવચન આપ્યું.

સમગ્ર કાર્યક્રમનું દાઉદી વ્હોરા સમાજના ધાર્મિક પ્રતિનિધિ તરીકે હાજી શેખ કુરબાન હુસૈનભાઈ તથા મુલ્લા ફખરુભાઈ ની ઉપસ્થિતિમાં સફળ આયોજન થયેલ. કાર્યક્રમને અનુરૂપ અબ્બાસભાઈ વસઈવાળાએ પ્રવચન આપ્યું.

દાઉદી વ્હોરા જમાત ગોંડલના પ્રમુખ મોઇઝભાઈ સાદીકોટની આગેવાની હેઠળ હુસૈની ગ્રુપના સભ્યોએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવેલ. કાર્યક્રમના અંતે જનમનગન અમરેલી હુસૈની સ્કાઉટ સંગાથે ગાન થયું. કાર્યક્રમનું સફળ સંચાલન આબેદીનભાઈ હીરાણી, પ્રકાશભાઈ ઠકરાર તથા નલિનભાઇ જડિયાએ કર્યું.

(10:11 am IST)