Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

જોડિયાના આમરણમાં વડેરા પરિવાર આયોજીત કથામાં શ્રીકૃષ્ણ-શ્રીરામ જન્મોત્સવની ઉંજવણી

વાંકાનેરઃ. જોડીયા તાલુકાના આમરણ ખાતે વડેરા શેરી, દાવલશા વાસમાં આવેલ શ્રી ભવાની માતાજીનું મંદિર વડેરા પરિવારના કુળદેવીનું મંદિર આવેલુ છે, જ્યાં ‘સમસ્ત વડેરા પરિવાર’ દ્વારા માં ભગવતી શ્રી રાંદલ ભવાની તથા શ્રી દ્વારકાધીશ ભગવાન તથા શ્રી સુરાપુરાદાદાની તથા ૧૦૦૮ સદ્ગુરૂ પ.પૂ. શ્રી રણછોડદાસજી મહારાજશ્રીની અસીમ કૃપાથી સર્વે વડેરા પરિવારના પિતૃઓના મોક્ષાર્થે ‘શ્રીમદ્દ ભાગવત્ સાહ જ્ઞાનયજ્ઞ’ તા. ૨૧થી તા. ૨૭ સુધી આયોજન કરવામાં આવેલ છે. કથામાં જાણીતા વકતા વ્યાસપીઠ ઉંપર ચિત્રકુટના શ્રી શ્યામસુંદરજી મહારાજ પોતાની મધુરવાણી સાથે કથાનું અમૃત વહાવી રહ્યા છે. કથામાં કથા શ્રવણનો સમય ૯.૦૦ થી ૧૨.૦૦ અને સાંજે ૪.૦૦થી ૬.૦૦ દરમ્યાન છે જે કથામા તા. ૨૪મીના બુધવારના રોજ સવારે ૧૧.૦૦ કલાકે ‘વામન પ્રાગટ્ય’ ઉંજવાયેલ. તેમજ બુધવારના રોજ સાંજે ૬.૦૦ કલાકે શ્રી કૃષ્ણ જન્મોત્સવ નંદ મહોત્સવ અતિ આનંદ ઉંત્સાહપૂર્વક ભકિતમયના દિવ્ય માહોલ વચ્ચે યોજાયેલ. જે કૃષ્ણ જન્મોત્સવની ‘મહાઆરતી’ પોથીજીની આરતી જોડીયાના શ્રી જ્યોતિબેન શનીભાઈ વેડરા તથા શ્રી અશોકભાઈ વડેરાના સહપરિવારે આરતી ઉંતારેલ હતી. તા. ૨૬ના શુક્રવારના સાંજે ૫.૦૦ કલાકે ‘ગોવર્ધન લીલા’ અને તા. ૨૭મીના શનિવારના ‘સુદામા ચરિત્ર’ તેમજ ‘દશાંશ શાંતિ યજ્ઞ’ સાથે કથાનો વિરામ થશે. તા. ૨૬-૧૧-૨૧ના શુક્રવારના સાંજે ૬.૦૦ કલાકે ‘શ્રી ઠાકોરજીની જાન’ રાજકોટ નિવાસી શેઠ શ્રી અશ્વિનભાઈ દેવરાજભાઈ કોટેચા પરિવારને ત્યાંથી પધારશે. કથા દરમિયાન દરરોજ રાત્રીના ધાર્મિક કાર્યક્રમો થઈ રહ્યા છે. તા. ૨૩-૧૧-૨૧ના મંગળવારના રોજ રાત્રીના ગુજરાત-સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ઘ કલાકાર ‘રામનામ કે હીરેમોતી’થી પ્રચલીત એવા શ્રી અશોકભાઈ ભાયાણીનો ભવ્ય સંગીત ભજન સંધ્યાનો કાર્યક્રમ યોજાયેલ હતો તેમ ‘વડેરા પરિવાર’ વતી જોડિયાના અનન્ય ભકતજન મહેશભાઈ વડેરાએ જણાવ્યુ છે

 

(11:39 am IST)