Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

ઓખા-મુંબઇ ગોકાણી પરિવારના પુત્રની શિક્ષણ ક્ષેત્રે અનોખી સિધ્ધિ

સ્વ.સુરેશ એમ. ગોકાણીના નાના પુત્ર આનંદભાઇ પ્ગ્ખ્ના ઉંચ્ચ અભ્યાસ માટે કેનેડા જશે

(ભરત બારાઇ દ્વારા) ઓખા તા. રપ : દેશના છેવાડે આવેલ ઓખા ગામના મુળ વાતની સ્વ. શ્રી સુરેશભાઇ ગોકાણીના બન્ને પુત્રો રાહુલ સી.એ. તથા આનંદ સીએફએ ની ઉંચ્ચ ડીગ્રી મેળવી મુંબઇમાં સ્થાયી થયા હતાં.
આનંદ ગોકાણીએ ઓખા-મીઠાપુર ડીએવી સ્કુલમાં પ્રાથમિક અભ્યાસ કરી ઉંચ્ચ અભ્યાસ માટે મુંબઇમાં સીએફએ ની ડીગ્રી મેળવી નોકરી પણ જોઇન્ટ કરી.
પરંતુ હજુ વધુ અભ્યાસ માટે કેનેડા એમબીએ યુનિવર્સિટીમાં એડમિશન મળી જતા પરિવાર સાથે સમાજમાં ખુશીની લાગણી ફેલાઇ છે. આનંદ પોતાની આ સિધ્ધિને મોટાભાઇ રાહુલની મહેનત અને માતા ભાવનાબેનના આશીર્વાદ ગણાવ્યા છે.
અને ખરેખર ભાવનાબેને બન્ને પુત્રોના ઉંજવળ ભવિષ્ય માટે પોતાનું વતન ઓખા ગામ છોડી મુંબઇમાં રહી બન્ને પુત્રોને પિતાની કમી કયારેય આવવા દીધી નથી.
આજ રોજ આનંદભાઇ વિદેશ જતા પહેલા બોરીવલી રાયચુરા સર્કલ જલારામ મંદિર તથા સાઇબાબાનગર સાઇ મંદિરે વિદેશ યાત્રા સફળ રહે તે માટે આશીર્વાદ માટે આવેલ. અહીં પુજારી એ તેમનું શુભેચ્છા  સન્માન કરી હજુ વધુને વધુ પ્રગતિ કરી દેશ અને સમાજનું નામ રોશન કરે તેવા આશીર્વાદ આપ્યા હતાં.
આ પ્રસંગે ઓખા મહાજન પૂર્વ પ્રમુખ સ્વ. મનસુખભાઇ બરાઇ પરિવારે પણ શુભેચ્છા પાઠવી હતી.

 

(10:02 am IST)