Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

જેતપુરના નવાગઢમાં સામાન્ય બાબતે યુવાનને તલવાર ઝીંકી દીધી

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ર૬ :.. શહેરના નવાગઢ વિસ્તારમાં રહી કડીયા કામ કરતા ઇમ્તીયાઝભાઇ રજાકભાઇ સલોટ ગઇ કાલે રાત્રીના પાન ખાવા જતા હતા ત્યારે તેના ઘર પાસે રહેતો વસીમ અમીનભાઇ ખુરેશીના ઘર પાસે પહોંચતા ઘરમાંથી જોરજોરથી અવાજ આવતો હોય ત્યાં ઉભા રહેતા વસીમે ઉશ્કેરાય જઇ ઇમ્તીયાઝભાઇને તુ અહી શું ઉભો છો તેમ કહી તલવાર વડે હૂમલો કરતા ઇજા થતા લોહી નીકળતી હાલતમાં સરકારી હોસ્પીટલ ખાતે સારવારમાં  ખસેડાતા પોલીસે તેની ફરીયાદ પરથી વસીમ અમીનભાઇ કુરેશી વિરૂધ્ધ આઇપીસી. ૩ર૬ મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

(12:58 pm IST)