Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

બીલખાના રૂ.૩પ લાખના દારૂ પ્રકરણે પકડાયેલ રણજીતને રીમાન્ડ પર લેવા તજવીજ

આજે વ્હેલી સવારે સ્ટેટ મોનીટર સેલે ગુનો દાખલ કરાવ્યોઃ તપાસ જુનાગઢ ઇન્સ. ચૌધરીને સોપાઇ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ર૬ : બીલખાના રૂ.૩પ.૬૩ લાખના દારૂ પ્રકરણની તપાસ જાુનાગઢ એડીવીઝન પી.આઇ.આર.જી.ચૌધરીને સોપવામાં આવતા તેઓએ પકડાયેલ શખ્સ રણજીત બસીયાને રીમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરી છે.

સ્ટેટ મોનીટરીંગ સેલના કાફલાએ તા.ર૪/૧૧ ની રાત્રે ૧૧.પ૦ કલાકે બીલખા ખાતેના સુર્યા ઇન્ડેન ગેસ એજન્સીના ગોડાઉનના છાપો મારીને વિદેશી દારૂના કટીંગનો પર્દાફાશ કર્યો હતો.

સુર્ય સ્થળ પરડ પોલીસ ત્રાટકતા દારૂનુ કટીંગ કરી રહેલા શખ્સો વાહનો મુકીને નાસી ગયા હતા જો કે બીલખાનો રણજીત ઉર્ફે રણુ બાવકુભાઇ બસીયા હાજર મળી આવતા તેઓ ધરપકડ કરવામાં આવી હતી.

આ દારૂ પ્રકરણની કાર્યવાહી તા.ર૪/૧૧ થી રાતથી ગઇકાલની રાત્રી સુધી ચાલી રહી આજે વોલ સવારના ર.૧પ કલાકે સ્ટેટ મોનીટરીંગ સેલના મદદનીશ સબ ઇન્સપેકટર ચેતનકુમાર બારૈયાએ બીલખા પોલીસ સ્ટેશનમાં રણજીત ઉર્ફે રણુ તેમજ જુનાગઢનો લખમણ ઉર્ફે બબન કોડીયાતર મલયરાજ ઉર્ફે જીલુ જેબલીયા, દારૂ લાવનાર ટ્રક નં. જી.જે.૦પ વાયવાય ૭૭૦૬ નો ચાલક, બોલેરો પીકઅપ જીજે.ર૭, એમ્સ ૪૪૩પ નો ડ્રાઇવર બોલેરોની કઅપ જીજે. ડીઝેડ ૯૧૬ર નો ચાલક હિરોહોન્ડા નં. જીજે૧૧ સીએ.પ૬૧૯ નો ચાલક, રઘુ બાવકુ બસીયા, દિપ બાવકુ બસીયા અને દારૂનો જથ્થો મોકલનાર શખ્સ સહિત કુલ ૧૦ શખ્સો સામે ગુનો દાખલ કરાવવામાં આવેલ.

સ્ટેટ મોનીટરીંગ સેલના સ્ટાફે રૂ. ૩પ,૬૩, ૭૯પ નો ૧૦૭૭૧ બોટલ ઇંગ્લીશ દારૂ, સ્કુટર તથા બિયરના રર૩ર ટીન તેમજ રૂ.ર૦.૩૦ લાખની કિંમતના ૪ વાહનો મળી કુલ રૂ.પ૬,૧પ,૦૪પ ની કિંમતનો મુદામાલ કબ્જે કરતા દારૂના ધંધાર્થીઓમાં હલચલ મચી ગઇ છે.

જુનાગઢ એ ડીવીઝનના પી.આઇ. આર. જી. ચૌધરીને સોંપવામાં આવતા તેઓએ આજે સવાર તપાસસંભાળી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પી.આઇ.ચૌધરીએ અકિલાને જણાવેલ કે પકડાયેલ શખ્સ રણજીત બસીયાને રીમાન્ડ પર મેળવી સમગ્ર દારૂ પ્રકરણના મુળ સુધી પહોંચવાના પ્રયાસો કરાશે.

(12:56 pm IST)