Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

ખંભાળિયા શકિતનગર ગ્રામ પંચાયતના મહિલા સદસ્યાના પતિનું યુવતિ પર દુષ્કર્મ

સ્કૂલ સાફ કરવા જવાનું કહયાં બાદ યુવતિ ઘરે આવતાં રૂમ બંધ કરી કૃત્ય કર્યુ

ખંભાળિયા, તા.૨૬: ખંભાળિયાના શકિતનગર ગ્રામ પંચાયતના મહિલા સદસ્યાના પતિદેવે અનુ.જાતિની યુવતિ ૫૨ પોતાના જ ઘરમાં બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરતાં મહિલા સદસ્યાના પતિ જીતુ બારોટ પર યુવતિની ફરીયાદ પરથી દુષ્કર્મ અને એટ્રોસીટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી ખંભાળિયા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બનાવના પગલે ખંભાળિયા પંથકમાં ચકચાર જાગી છે.

મળતી માહિતી મૂજબ ખંભાળિયા શીરૂ તળાવ પાસે રહેતાં અને શકિતનગર ગ્રામ પંચાયતના મહિલા સદસ્યાના પતિ જીતુ બારોટ વિરુધ્ધ વિસ્તારની જ ૧૯ વર્ષિય યુવતિએ તેણી પર બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યાની ફરીયાદ ખંભાળિયા પોલીસ મથકમાં નોંધાવતાં પોલીસે યુવતિની ફરીયાદ પરથી જીતુ બારોટ વિરૂધ્ધ આઈપીસી ૩૨૩, ૩૪૨, ૩૭૭ તથા એટ્રોસીટી એકટ મુજબ ગૂનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

યુવતિએ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું છે કે, પોતે મજુરીકામ કરી પરિવારને મદદરૂપ બને છે.  ગઈકાલે જીતુ બારોટે સ્કૂલ સાફ કરવાનું કહેતા હૂં તેના ઘરે ગઈ હતી. ઘરે જતાં તેણે રૂમ બંધ કરી જાપટ મારી બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંઘ્યો હતો. યુવતિ અનુ.જાતિની હોવાથી વધુ તપાસ એસસી એસટી સેલના ડીવાયએસપી સમીર શારડા તપાસ ચલાવી રહયાં છે. અને યુવતિને મેડીકલ પરિક્ષણ માટે જામનગર લઈ જવાની તજવિજ હાથ ધરવામાં આવી છે.

(12:51 pm IST)
  • ઉત્તરાખંડ સરકારે રાજયમાં રેપીડ એન્ટીજન ટેસ્ટ માટે મહત્તમ ભાવ રૂ.૬૭૯ નક્કી કર્યા access_time 4:03 pm IST

  • શ્રીનગરમાં આતંકી હુમલો : બે જવાન શહીદ : આતંકવાદીઓએ શ્રીનગરમાં ફરી હુમલો કર્યો છે : આ હુમલામાં બે જવાન શહીદ થયા છે : જયારે એક જવાન ઘાયલ થયા છે access_time 4:04 pm IST

  • ' ચલો દિલ્હી ' : કૃષિ કાનૂનના વિરોધમાં પંજાબથી નીકળેલી ખેડૂતોની ટ્રેકટર રેલીને કેજરીવાલનું સમર્થન : વિરોધ વ્યક્ત કરવાનો ખેડૂતોનો અધિકાર હોવાનું મંતવ્ય વ્યક્ત કર્યું access_time 1:21 pm IST