Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

ખંભાળિયામાં નવા વર્ષની બોણી કરતા તસ્કરો : કણઝાર નજીક આવેલ સોસાયટીમાં ત્રણ મકાનોને નિશાન બનાવ્યા

ખંભાળિયામાં નવા વર્ષની બોણી કરતા તસ્કરો : કણઝાર નજીક આવેલ સોસાયટીમાં ત્રણ મકાનોને નિશાન બનાવ્યા

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા  : ખંભાળિયામાં નવા વર્ષની તસ્કરોએ બોણી કરી છે. પોરબંદર રોડ પર કણ ઝાર નજીક આવેલ એક સોસાયટીમાં ગત રાત્રીના ત્રણ મકાનોમાં તસ્કરો ત્રાટકતા રોકડ સહિતની મતાની ચોરી થઈ હતી. બનાવને પગલે પોલીસે દોડી જઇ ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે.

(11:44 am IST)
  • સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યુ કે હાલમાં સ્કૂલો શરૂ કરવાનો કોઈ વિચાર નથી : જલ્દીથી વેકસીન આવવાની છે. access_time 4:03 pm IST

  • દેશમાં કોરોનાથી મૃત્યુઆંક 1.35 લાખને પાર પહોંચ્યો : રાત્રે 11-30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 42,822 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 92,64,820 થયો :એક્ટીવ કેસ 4,49,490 થયા: વધુ 36,582 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 86,77,986 રિકવર થયા :વધુ 502 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,35,245 થયો access_time 12:04 am IST

  • અનુપ જલોટાને બી.એ.ની ડીગ્રી : વિખ્યાત ગાયક અનુપ જલોટાને ૪૬ વર્ષ બાદ બી.એ.ની ડીગ્રી મળી છે. તેઓએ ૧૯૭૪માં લખનઉ યુનિવર્સીટીમાંથી ગ્રેજયુએશન કર્યુ હતું. access_time 4:00 pm IST