Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

સૌરાષ્ટ્ર-કચ્છમાં બેન્ક-પોસ્ટ કર્મચારીઓની હડતાલ

રાષ્ટ્રીય કક્ષાની હડતાલમાં જોડાઇને વિરોધ પ્રદર્શનઃ પ્રશ્નોનુ નિરાકરણ લાવવા માંગણી

ધોરાજીઃ શહેરની બેન્કો બંધ નજરે પડે છે

રાજકોટ, તા.૨૬: બેન્કોના ખાનગીકરણ સહિતના મુદે આજથી બેન્ક અને પોસ્ટ ઓફિસના કર્મચારીઓની હડતાલ શરૂ થઇ છે અને સરકારની નીતિ સામે રોષ ઠાલવ્યો છે.

કેન્દ્ર સરકારની કામદાર વિરોધી નીતિ સામે રોષ ભભૂકયો છે ત્યારે આજે બેન્ક કર્મચારીઓની દેશવ્યાપી જંગી હડતાળ પાડી છે. જેમાં રાજકોટના ૨૦૦૦ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના ૫૦૦૦ કર્મચારીઓ પ્લે કાર્ડ લઇ બેન્કોના ખાનગીકરણ સહીતના મુદે વિરોધ ઠાલવ્યો છે.

બેન્કોના ખાનગીકરણની વિચારણા બંધ કરવી, શાખાઓ વધારવી, લોન પરત નહી કરવનારા સામે કડક પગલા ભરવા અને બિનઉત્પાદક અકસ્યામતોની કડક વસૂલી કરવી, સહકારી અને ગ્રામીણ બેન્કોને સદ્વર બનાવવી અને ખાસ તો બેંકમાં પૂરા કર્મચારીઓની ભરતી ન થતા ગ્રાહક સેવામાં તકલીફ, નાના થાપણદારોને વ્યાજમાં વધારો કરવો, નવી પેન્શન યોજના નાબૂદ કરી જુની પેન્શન યોજના અમલમાં મૂકવી સહિતના મુદે કેન્દ્ર સરકાર સામે નારાગી દર્શાવી છે.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃ આજે તા.૨૬ને ગુરુવારે કામદારોની રાષ્ટ્રવ્યાપી હડતાલમાં ભાવનગરના બેંક કર્મચારીઓ પણ જોડાશે. તેમના દ્વારા પાનવાડી ખાતે ૧૧ કલાકે દેખાવો યોજાયા હતા . સૌરાષ્ટ્ર - કચ્છના ૫,૦૦૦ જેટલાં કર્મચારીઓ હડતાલમાં ભાવનગર પણજોડાયુ હતું . જેથી બેન્કિંગની કામગીરીને અસર થઇ હતી. સરકારની કામદાર વિરોધી નીતિ તેમજ નિર્ણયોના વિરોધમાં રાષ્ટ્રીય ટ્રેડ યુનિયન સહિતના યુનિયનો દ્વારા ૨૬ મીએ રાષ્ટ્રવ્યાપી હડતાલનું એલાન કરવામાં આવ્યું હતું. જેમાં ભાવનગર જિલ્લો પણ જોડાયો હતો. એ જ રીતે ભાવનગર જિલ્લામાં આજે ગામડાઓના ડાક સેવકોની હડતાલ યોજાઇ હતી.

ધોરાજી

(ધર્મેન્દ્ર બાબરીયા દ્વારા) ધોરાજીઃ ધોરાજી જાહેર સાહસોના શંકાજનક ખાનગીકરણ અને બેન્ક કર્મચારીઓની જુદી જુદી માંગણીઓને લઇને આજે દેશભરના કર્મચારીઓ હડતાળ પાડેલ અને તેના અનુસંધાને ધોરાજીમાં આજે બેન્કો બંધ રહી હતી.(૨૩.૭)

જૂનાગઢ

(વિનુ જોષી) જૂનાગઢ : જૂનાગઢમાં બેન્ક અને વીજ કર્મચારીઓની સજ્જડ હડતાલથી લોકો પરેશાન થઇ ગયા હતા.

વિવિધ માંગો ન સંતોષાતા બેન્ક અને વીજ કર્મીઓએ આજે હડતાલનું એલાન કર્યું છે. જેમાં જૂનાગઢનાં જીબીયા અને જેટકો  (વીજ)નાં ૨૦૦૦ જેટલા કર્મચારીઓ જોડાતા વીજ કંપની સંબંધિત કામકાજને ભારે અસર થઇ છે અને વીજ ગ્રાહકો પરેશાન થઇ ગયા છે.

ખાનગી વીજ કંપનીઓ,  બંધ કરવા, નવી પેન્શન યોજના રદ કરી જુની પેન્શન યોજના શરૂ કરવા, ફિકસ કે કોન્ટ્રાકટ કર્મચારી પ્રથા નાબુદ કરી કાયમી ભરતી કરવા સહિતની માંગણીઓને લઇ વીજ કર્મચારીઓએ જૂનાગઢમાં વિરોધ પ્રદર્શિત કરી આક્રોષ વ્યકત કર્યો છે.

આજે સવારથી બેન્ક કર્મીઓ પણ એક દિવસની હડતાલ પર છે. બેન્કોનું ખાનગીકરણ અટકાવવા, લોન ડિફોલ્ટર સામે પગલા લેવા, કંપનીઓ સામે થયેલ એડીપીએ રિકવર કરવા, ડિપોઝીટમાં વ્યાજદર વધારવા, પેન્શન સહિતના પડતર પ્રશ્નોને લઇ બેન્ક કર્મીઓએ હડતાલનું શસ્ત્ર ઉગામ્યુ છે.

આજથી બેન્ક કર્મચારી હડતાલને લઇ અંદાજે ૧૨૫ કરોડ જેટલુ  ટર્ન ઓવર ઠપ્પ થઇ ગયું છે. જૂનાગઢ જિલ્લાના ૪૦૦થી વધુ બેન્ક કર્મચારીઓએ કામકાજ બંધ રાખતા ગ્રાહકોને આજે ધરમ ધક્કો થયો હતો.

(11:41 am IST)
  • સરહદે પાકિસ્તાનના સતત વાંદરવેડા : જમ્મુ કાશ્મીરના પૂંછના કસ્બા અને કિરની સેકટરમાં પાકિસ્તાને ફરી સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યુ : ભારતીય જવાનો જવાબ આપી રહ્યા છે access_time 5:03 pm IST

  • દિલ્હીમાં વીક એન્ડ કર્ફયુ લાગુ થઈ રહ્યો છે? વિકલ્પે નાઈટ કર્ફયુ : દિલ્હીમાં નાઈટ કર્ફયુ અથવા વીક એન્ડ કર્ફયુ આવી રહેલ છે : હાઈકોર્ટમાં કેજરીવાલ સરકારે વિગતો આપી access_time 5:04 pm IST

  • કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબ મુફ્તીને ઝટકો : પીડીપી પાર્ટીના ત્રણ નેતાઓએ રાજીનામુ આપ્યું : ધમન ભસીન ,ફલૈલ સિંહ ,તથા પ્રીતમ કોટવાલે પાર્ટી સાથે છેડો ફાડ્યો access_time 1:36 pm IST