Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

મધ્યપ્રદેશમાં ગુન્હો આચરીને ૪ વર્ષથી ફરાર શખ્સ ધોરાજીમાંથી ઝડપાયો

ધોરાજી, તા.૨૬: મધ્યપ્રદેશનાં અનુપપુર જીલ્લાના કોતમા પોલીસ સ્ટેશનની હદમાં ગુન્હો આચરીને ૪ વર્ષથી નાસતો ફરતો મધ્યપ્રદેશનો શખ્સ સીકંદર રજાકભાઇ દાણાવાલા (મેમણ- ઉ.વ.૨૬) શ્રીરામ ઓઇલ મીલ, કારખાનુ, ફુલવાડી ધોરાજીમાંથી ઝડપાઇ ગયો છે.

રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક બલરામ મીણા તથા જેતપુર ડીવીઝનના એ.એસ.પી. સાગર બાગમાર એચ.એ.જાડેજા પો.ઇન્સ શ્રી ધોરાજી પોસ્ટે જાડેજા પો.કોન્સ ધોરાજી, ચંદ્રસિંહ વસૈયા પો.હેડ.કોન્સ ધોરાજી ચુડાસમા પો.કોન્સ ધોરાજી, રવજીભાઇ હાપલીયા પો.હેડ કોન્સ ધોરાજી ચૌહાણ પો.કોન્સ ધોરાજી, અનીરૂધ્ધસિંહ સુરૂભા ઝાલા પો.કોન્સ.ધોરાજી, રવીરાજસિંહ, પ્રદીપસિંહ, સહદેવસિંહ એ કરી હતી.

(11:40 am IST)