Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

મંદિરના મહંત રજનીકાંતભાઇ ચિત્રકલાના સાધક

ઉપરકોટ રામચંદ્રજી મંદિરના મહંતને સિલ્વર-ગોલ્ડ તથા વૈશ્વિક સન્માનો મળ્યા છે

જૂનાગઢના ઉપરકોટ પાસેના ૪૦૦ વર્ષ પુરાના રામચંદ્રજી મંદિરના મહંત રજનીકાંતભાઇ અગ્રાવત ચિત્રકલાના અનન્ય સાધક છે.

બચપણથી જ ચિત્રકલા નો શોખ..આજ પણ જાળવી રાખ્યો છે.

૧૯૯૨ થી ૧૯૯૬ ના સમય દરમિયાન દરબાર હોલ મ્યુઝીયમ ગેલેરી આર્ટિસ્ટ રાજેન્દ્ર પી દિંડોરકર જુનાગઢ આવ્યા અને રજનીભાઇ એ પદ્ઘતિસર ની તાલીમ એમની પાસે થી લીધી અને તેમના ગ્રુપમાં પ્રથમ રહ્યા અને આજ પણ એમને પિતાતુલ્ય ગુરુ માની અનેક પ્રદર્શનોમાં ભાગ લીધો છે અને અત્યાર સુધીમાં ૪ ગોલ્ડ મેડલ અને એક સિલ્વર મેડલ મળ્યા છે.

ગઈ ૧૧ ડિસેમ્બર..દિલ્હી ખાતે..એમને એમના ગુરુ સાથે આંતરરાષ્ટ્રીય એવોર્ડ પણ મેળવેલ છે.

જુનાગઢ મા ૧૯૯૭ થી ૨૦૧૮ સુધીમાં લગભગ ૨૨૦૦ વિદ્યાર્થીઓને અને ૫૦ જેટલા નવોદિતોને એમના કલાસિસ મારફત ડ્રોઈંગ, પેઈન્ટીંગ, રંગોળી શીખવાડી આત્મનિર્ભર કરેલ છે તેનો આનંદ વ્યકત કરે છે રજનીભાઇ.

૧૫ ગ્રુપ શો અને ૨ સોલો પ્રદર્શન યોજી ચૂકયા છે..હાલમાં સમગ્ર દેશમાં ઓનલાઇન ચિત્રો બનાવવાનું શીખવાડી રહ્યા છે. એમના ગુરુજીએ આપેલ મંત્ર મુજબ એમની કલા તેમના સુધી જ સીમિત ન રહે તે માટે ખુબ જ મહેનત થકી વિદ્યાર્થીઓને શીખવાડી રહ્યા છે રજનીભાઈ.

ચિત્ર પ્રદર્શનમાં નરેન્દ્રભાઈ મોદી પણ મુલાકાત કરી ચૂકયા છે અને ફિલ્મ સ્ટાર્સ ના દ્યરે પણ તેમના દોરેલા ચિત્રો લટકી રહ્યા છે.

(11:39 am IST)