Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

વકરતા કોરોના સામે થાનગઢના આઝાદ ચોકના ધંધાર્થીઓ અન્યત્ર જશે

થાનગઢ પાલિકા ખાતે અધિકારી અને વેપારી અગ્રણીઓની બેઠક યોજાઇતે નજરે પડે છે. (તસ્વીર : હેમલ શાહ, ચોટીલા)

ચોટીલા તા.૨૬ : રાજયમાં અનેક શહેરોમાં કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે ત્યારે ઝાલાવાડની સિરામિકસ નગરી થાનગઢમાં ભીડ થી ઉભરાતી આઝાદ ચૌકનાં ધંધાર્થીઓ ને સ્થિતિ થાળે ન પડે ત્યાં સુધી અન્યત્ર ખસેડવામાં આવશે.

થાનગઢ શહેરની સાકડી બજારો અને મુખ્ય આઝાદ ચોકમાં લારી પાથરણા બજારમાં મોટા પ્રમાણમાં કાયમી લોકોની ભીડ રહેતા સ્થાનિક તંત્ર કોરોનાનાં કેસો વધતા હરકતમાં આવેલ હતું.

મુખ્ય ચોકમાં તેમજ શહેરનાં ધંધાર્થીઓમાં સામાજીક અંતર જળવાય અને ફરજિયાત માસ્ક નો ચુસ્ત અમલ થાય તે માટે પગલાઓ ભરવામાં આવેલ છે.

આઝાદ ચોકમાં ભીડ એ મુખ્ય સમસ્યા હતી જેના માટે પાલિકાના કાર્યકારી પ્રમુખ લાલાભાઇ અલગોતર, ચીફ ઓફિસર, મામલતદાર, પીએસઆઇ એ પાલિકા ખાતે વેપારી આગેવાનો અને નાના ધંધાર્થીઓ સાથે બેઠક યોજી કોવીડ સંક્રામણ ઘટે નહી ત્યાં સુધી આઝાદ ચોકના શાકભાજી ફ્રુટનાં ધંધાર્થીઓને ભગતસિંહ માર્કેટ ખાતે સ્થળાતર કરવા તેમજ વેપારીઓ માસ્ક અને સામાજીક અંતર રાખી અને રખાવી વેપાર ધંધા કરે નિયમના પાલન માટે બે ટીમો કાર્યરત કરાઈ છે જે દંડ વસુલાત કરશે. તેવુ નક્કી થયેલ છે.

(11:30 am IST)