Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

જામનગરમાં કાલાવડ નાકા બહાર શાક માર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમો નેવે મૂકી લોકો ઉમટી પડ્યા : કોરોના વધુ પ્રસરે તેવો ભય

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર::::જામનગરમાં વહેલી સવારે કાલાવડ નાકા બહાર ભરાતી શાક માર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમો નેવે મૂકી લોકો બેફામ ફરી રહ્યા છે. 

         દિવાળી બાદ કોરોનાના કેસોમાં પણ એકતરફ વધારો થઈ રહ્યો છે. અને સંક્રમણ પણ વધી રહ્યું છે તેવામાં લોકો બેફિકર હોય તેવું સામે આવી રહ્યું છે. સવારથી જ શાકભાજી લેવા લોકો સોશિયલ ડિસ્ટન્સ વગર જોવા મળી રહ્યા છે. 

      સુપર સ્પેડર કરી શકાય તેવા શાકભાજી વાળા પણ માસ્ક વગર જોવા મળી રહ્યા છે. ત્યારે કોરોના નું સંક્રમણ વધે તે પ્રકારે લોકો અને શાકભાજી વાળાની ભીડ વહેલી સવારે કાલાવડ નાકા બહાર જોવા મળી હતી. (તસવીર :કિંજલ કારસરીયા, જામનગર)

(11:16 am IST)