Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

અહેમદભાઇએ એક રૂખડીયા બ્રાહ્મણને જીરોમાંથી હીરો બનાવીને ૩ વખત ધારાસભ્ય બનાવ્યો : ભીખાભાઇ જોષી

કોંગ્રેસના રાજ્યસભાના સદસ્યને શ્રધ્ધાંજલી અર્પતા જૂનાગઢના ધારાસભ્ય

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૨૬: કોંગ્રેસના દિગ્ગજ નેતા રાજ્યસભાના સદસ્ય અહેમદભાઇ પટેલનું ગઇ કાલે વહેલી સવારે અવસાન થતા તેઓને જૂનાગઢ કોંગ્રેસના ધારાસભ્ય ભીખાભાઇ જોષીએ શ્રધ્ધાંજલી આપતા જણાવ્યું હતુ કે અહેમદભાઇના નિધનથી કોંગ્રેસને કયારેય ન બુરાય તેવી ખોટ પડી છે.

મારા રાજકિય ગુરૂ એવા અહેમદભાઇ એક રૂખડીયા બ્રાહ્મણને જીરોમાંથી હિરો બનાવી ત્રણ ત્રણ વખત ધારાસભ્ય બનાવવાનું મારા પર તેનુ ઋણ છે.

અત્યંત દુઃખ સાથે ભગવાનને પ્રાર્થના કરૂ છું કે અહેમદભાઇના પરિવારને આ દુઃખ સહન કરવાની શકિત આપે અને તેમના આત્માને શાંતિ આપે તેવી દુઃખી હૃદયે પરમાત્માને પ્રાર્થના કરૃં છું.

(9:48 am IST)