Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

ગોંડલ યાર્ડમાં એક જ દિવસમાં ડુંગળીની સવા લાખ બોરીની આવક

ગોંડલ, તા. ર૬ : ડુંગળીના ભાવમાં ઘટાડાની દહેશત વચ્ચે ગોંડલ માર્કેટ યાર્ડમાંડુંગળીની રેકર્ડ બ્રેક આવક થઇ છે. માર્કેટ યાર્ડ બહાર જોવા મળી ડુંગળી ભરેલા વાહનોની લાંબી કતારો.. જોવા મળી છે. યાર્ડમાં એક જ દિવસમાં ડુંગળીની સવા લાખથી વધુ બોરીની આવક થઇ છે.

વધુ પડતી આવકને કારણે યાર્ડ સતાધીશોને ફરી ડુંગળીની આવક બંધ કરવાની ફરજ પડી છે.  યાર્ડમાં ડુંગળીની હરરાજીમાં ર૦ કિલોના ભાવ રૂપિયા ૧૧૦૦ સૃુધીના બોલાયા છે.

ડુંગળીના બજાર ભાવ ઘટવાની દહેશત યાર્ડમાં ખેડૂતો કાચો પાકો માલ લાવતા હોવાથી ડુંગળીનો બગાડ થતો હોવાથી ખેડૂતોને યાર્ડમાં સારો માલ લાવવાની યાર્ડ સતાધીશોએ અપીલ કરી છે.

(4:17 pm IST)