Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

જૂનાગઢના રામદેવપુરામાં હત્યાના મનદુઃખમાં આરોપીના ઘરે ઘાતક હથિયારો સાથે ઘસી ગયેલ શખ્સોની પોલીસે કરી ગણત્રીની કલાકોમાં ધરપકડ

ડિવાયએસપી જાડેજા ના માર્ગદર્શન હેઠળ ત્વરીત કાર્યવાહી મોટો બનાવ બનતા અટકાવ્યો

જૂનાગઢ તા. ૨૬:  શહેરના સકરબાગ પાસે આવેલ રામદેવપુરા માં અત્યારના મન દુખ માં ટોળાએ ઘાતક હથિયારો સાથે ઘર અને શેરીમાં તોડફોડ કડી રૂપિયા ૪૦ હજારનું નુકસાન કર્યાની પોલીસ ફરિયાદ આરોપીઓ રજાક, ઇમ્મુડો, આપ્પુ, અજીત મંગી, કાળીયો, ફેજલ, ઈરફાન, અયુબ, ઈસાની બેન, આયસુબેન,  કાળી બેન, જેનુ બેન તથા ચાર અજાણ્યા શખ્સો ઘાતક હથિયારો સાથે ધસી આવ્યા અને ટોળાએ શેરીમાં તથા શોભનાબેનના મકાનમાં તેમજ દિલીપભાઈ દેવુભાઈ જખવાડિયાના ઘરમાં ઘૂસી, તોડફોડ કરી અને  રૂપિયા ૪૦ હજારનું નુકશાન પહોંચાડી, જાનથી મારી નાખવાની ધમકીઓ આપી, નાસી ગયા અંગેની ફરિયાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશને નોંધાતા એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર કે. કે. ઝાલા તથા સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ હતી. ંજૂનાગઢ ર્ંજિલ્લા પોલીસ વડા સૌરભ સિંર્ઘં દ્વારા ખૂનના ર્ંગુનાની ગંભીરતાને ધ્યાને લઇ, આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને તાત્કાલિક પકડી પાડવા માટે સૂચનાઓર્ં કરવામાં આવેલ હતી....ં

પ્રાપ્ત માહિતી મુજબ ંજુનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર કે.કે. ઝાલા પીએસઆઇ પી.જે. રામાણી, જે.એચ. કચોટ તથા સ્ટાફ ના હે. કો. રવિરાજસિંહ,સંજયભાઈ, વિક્રમસિંહ, પો.કો. ભૂપતસિંહ, અનકભાઇ, સુભાષભાઈ, ભરતભાઈ, વિકાસભાઈ, પ્રવીણભાઈ , વનરાજસિંહ, દિનેશભાઈ, ભનુભાઇ સહિતના અધિકારીઓ તથા સ્ટાફની જુદી જુદી ટીમો બનાવી, આરોપીઓની તપાસ હાથ ધરવામાં આવતા, આ ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓ (૧) અયુબ નુરમહમદ વિશળ  ગામેતી  (૨) જુસબ  તૈયબ વિશળ  (ઉ.વ.૧૯ )(૩) ફૈઝલ ઈકબાલ મન્સૂરી (ઉ.વ.૨૪)  (૪) ઈરફાન અબુભાઈ સમા (૫) અજિત ઉર્ફે મંત્રી આમદભાઈ નારેજા (ઉ.વ.૨૧) (૬) નયુમ  આમદભાઈ હાલેપૌત્રા (ઉ.વ.૨૫) (૭) અરવિંદ પાલાજીભાઈ સોલંકી (ઉ.વ.૩૦) (૮) અનવરશા  રહેમાનશા સરવદી (ઉ.વ.૨૮) (૯) રહેમતબેન  ઉર્ફે કાળી વા/ઓ આમદભાઇ હોલેપૌત્રા (ઉ.વ.૪૫) (૧૦) આયસાબેન ભુપતભાઈ નારેજા (ઉ.વ.૪૬) (૧૧) જેનુબેન વા/ઓ હાજીભાઈ ઠેબા (ઉ.વ.૫૦) રહે બધા દોલતપરા, જુનાગઢને રાઉન્ડ અપ કરી, આ તોડફોડ તથા ધાડના ગુન્હામાં પકડી પાડી, ધરપકડ કરવામાં આવેલ છે. પકડાયેલા આરોપીઓ પાસેથી મુદામાલ રિકવર કરવામાં આવેલ છે.ં

ંપકડાયેલા તમામ આરોપીઓની જુનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર કે. કે. ઝાલા તથા સ્ટાફ દ્વારા આગવી ઢબે પૂછપરછ કરવામાં આવતાં, આરોપીઓ અને આ બનાવ બનેલાના કબૂલાત કરવામાં આવેલ છે.  ંદોલતપુરા ખાતે થયેલ તોડફોડ અને ધાડના ગુન્હાના આરોપીઓની પૂછપરછમાં અન્ય  આરોપીઓના નામ પણ ખોલવામાં આવેલ હોય, તેઓની વધુ તપાસ હાથ ધરી, પકડી પાડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. આ ગુન્હામાં પકડાયેલ તમામ આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરી, જેલ હવાલે કરવામાં આવેલ છે....ં

 ંવધુ તપાસ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર કે ઝાલા તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ છે..

(4:01 pm IST)