Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

મોરબીમાં જુગારના ૩ દરોડા : ૧૪ પકડાયા

તસ્વીરમાં જુગાર રમતા પકડાયેલ શખ્સો નજરે પડે છે (તસ્વીરઃ પ્રવિણ વ્યાસ.મોરબી)

મોરબી,તા.૨૬: મોરબી બી ડીવીઝન પોલીસે અલગ અલગ સ્થળેથી જુગાર રમતા ૧૪ શખ્સોને ઝડપી લીધા હતા.

મળતી વિગત મુજબ મોરબી બી ડીવીઝન ઇન્ચાર્જ પી.આઈ. આઈ.એમ. કોઢીયાની સુચનાથી બી ડીવીઝન સ્ટાફ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબીના વિશાલ ફર્નીચર પાછળ સ્વસ્તિક કલરના કારખાના સામે જાહેરમાં જુગાર રમતા હેમતભાઈ વેલજીભાઈ ડાભી, સુરેશભાઈ અમરસીભાઈ સારલા, મનસુખભાઈ કરશનભાઈ સાવરિયા, કિશોરભાઈ કલાભાઈ જાદવ, કિરીટભાઈ ઉર્ફે કીર્તિહૈ રવજીભાઈ કલોતરા, દિનેશગીરી દેવગીરી ગોસાઈ અને હરિભાઈ પમાંભાઈ સોલંકીને રોકડ રકમ ૧૨,૩૦૦ સાથે ઝડપી પાડ્યા હતા

બીજા દરોડમાં વિશાલ ફર્નીચર પાછળ મહેન્દ્રસિંહ બટુકસિંહ પરમાર, સવજીભાઈ દાનાભાઈ સોલંકી, અશોકભાઈ મેરૂભાઈ માંડણીયા અને સુરેશભાઈ રામજીભાઈ મારૂણીયાને રોકડ રકમ રૂ,૨૮૮૦ સાથે ઝડપી પાડીને બી ડીવીઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

ત્રીજા દરોડામાં મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં જાહેરમાં જુગારની બાતમીને આધારે મોરબી સીટી બી ડીવીઝન પોલીસે દરોડો કરીને જુગાર રમતા મહેન્દ્ર કાનજીભાઈ પીપળીયા, મનીષ કાનજીભાઈ પીપળીયા અને ગણેશ સામતભાઈ વાવેશા એમ ત્રણને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૧૭૫૦ જપ્ત કરી છે આ કાર્યવાહી ઇન્ચાર્જ પીઆઇ આઇ.એમ કોઢીયા સ્ટાફના (કિશોરભાઇ ગઢવી, કિપાલસિંહ ચાવડા, અર્જુનસિંહ ઝાલા, વનરાજભાઇ ચાવડા, રમેશભાઇ મિંયાત્રા, ભગીરથભાઇ લોખીલ, મુકેશભાઇ જીલરીયા અને દેવશીભાઇ મોરી જોડાયા હતા.

(1:10 pm IST)