Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

ચોટીલાના રાજપરા ઠાંગામાં સિંહે કર્યો રોઝડાનો શિકાર

વનવિભાગ દ્વારા લોકેશન જાણવા તપાસ

વઢવાણ,તા.૨૬: ચોટીલા પંથક માં સિંહ અને તેના બાળ સાથે ચોટીલામાં પ્રવેશ મેળવ્યો છે.ત્યારેઙ્ગ ગુજરાતની ત્રણથી ચાર ફોરેસ્ટ ટિમ આ સિંહો ને શોધ ખોલ કરવા કવાયત હાથ ધરી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા વિડ વિસ્તારમાં ૨૦૦ વર્ષ બાદ બાળ સિંહ સાથે સિંહએ આગમન કારીયું છે.ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા ના અને ગુજરાત રાજયના ચાર ગામની વચ્ચે ચોટીલા ખાતે સિંહ એ અલગ અલગ સ્થાને અત્યાર સુધી માં ૮ થી વધુ પશુઓ નું મારણ કર્યું છે.જેમાં ગઈ કાલે રાત્રે સિંહો દ્વારા રોજ નો શિકાર કરી મારણ કરી ભર પેટ શિહો જમ્યા હોવા ની આસનકા વ્યકત કરવા માં આવી રહી છે.

ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા ના ચોટીલાના ઠાગા વિસ્તારમાં આવેલ વિડના રાજપરા ગામ પાસે રાત્રી દરમિયાન સિંહ દ્વારા આવી ચડી ને એક રોજ નું મારણ કરી સિંહ બેલડી ભર પેટ જમી અને ફરાર બની હોવાની ગ્રામ જનો પાસેથી પ્રાપ્ય થયેલી વિગત છે.ત્યારે રાત્રી દરિમયાન સિંહ વિડ વિસ્તારમાં ફરતા હોવા નું પણ અનુમાન લાગવાય રહ્યું છે.

ત્યારે ગ્રામ જાણો અને અને આજુબાજુના વિસ્તારમાં આવેલી વસાહતો અને ત્યાં ના લોકોમાં સિંહના મામળે ભય વ્યાપ્યો છે.ત્યારે વન વિભાગ દ્વારા પણ રાત્રી દરમિયાન આ વિસ્તારમાં સાવચેત રહેવા માટે લોકોને જાગૃત કરવા માં આવીયા છે.ત્યારે વન વિભાગના અધિકારી દવારા આ સિંહ નું લોકેસન જાણવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. અને આ વિસ્તારમાં વિડ ચોટીલા ચોબારી અને ઠાગા વિસ્તારના અનેક જગલી વિસ્તારમાં cctv  પણ લગાવવા માં આવીયા છે.અને અનેક cctv માં સિંહ દ્રશ્યો પણ કેદ થયા છે.

(1:08 pm IST)