Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

નયારા એનર્જીએ દેવભૂમિ દ્વારકા-જામનગર જિલ્લાના ર૦૦ ખેડુતોને ટપક સિંચાઇ પધ્ધતીથી લાભાવિંત કર્યા

પહેલના ઉદ્દેશ્યથી ખેત ઉત્પાદનમાં વધારો અને પાણીના કાર્યક્ષમ ઉપયોગ વડે જળ બચાવ અભિયાનને પ્રોત્સાહન મળ્યું

જામનગર તા. ર૬ : દેવભૂમિ દ્વારકા તથા જામનગરને વર્ષ ર૦ર૬ સુધીમાં 'જળ તટસ્થ' જિલ્લા બનાવવાની પ્રતિબદ્ધતાને પ્રોત્સાહિત કરવા નયારા એનર્જીએ ર૦૦ થી વધુ સ્થાનિક ખેડુતોને ટપક સિંચાઇ પદ્ધતિથી લાભાવિંત કર્યા છે. આ પહેલાના ઉદ્દેશ્યમાં ખેત ઉત્પાદનમાં વધારો કરી અને પાણીના કાર્યક્ષમ ઉપયોગ વડે જળ બચાવ અભિયાનને પ્રોત્સાહન પુરૃં પાડી ખેડુતોના જીવનધોરણની ગુણવત્તામાં સુધારો લાવવાનો સમાવેશ થાય છે.

ટપક સિંચાઇ પધ્ધતિ ખેડુતો માટે અનેક રીતે લાભદાયક પુરવાર થઇ છે. આ પધ્ધતિથી ખેડુતો ઉપલબ્ધ જળનો અસરકાર ઉપયોગ કરી શકયા, ભૂગર્ભ જળ બચાવ્યું, જમીનની ફળદ્રુપતામાં વધારો થયો, સિંચાઇ માટે ઉપયોગમાં લેવાતા જળમાં રહેલી ખારાશમાં ઘટાડો થયો, વિજળીના બીલના દર ઓછા આવ્યાં અને કૃષિ ઉત્પાદનમાં સારી ગુણવત્તા હાંસિલ કરવામાં આવી હતી. ખેડુતો ટપક સિંચાઇ પધ્ધતિ અપનાવી શકે એ માટે નયારા એનર્જીએ સ્થળીય અમલીકણ ટીમ સાથે સીધી અને ઝડપી સહાયતા પુરી પાડી જેમાં ખેડુતોને ટપક સિ઼ચાઇની સામગ્રી યોગ્ય જગ્યાએ ગોઠવવામાં મદદ કરી અને ઉપલબ્ધ સરકારી યોજનાઓ અંગે માર્ગદર્શન પુરૂ પાડયું હતું.

દેવભૂમી દ્વારા જિલ્લાના ખંભાળીયા તાલુકાના મોટા માંઢા ગામના સીમાંત ખેડુત અજુબેન ગાગિયાએ પોતાની એક હેકટર જમીનમાં ટપક સિંચાઇ પધ્ધતિનું સ્થાપન કર્યા બાદ ર૧૦૦ કિલાગ્રામ પ્રતિ એકર મગફળીનો પાક મેળવ્યો હતો. મજુરી ખર્ચમાં ઘટાડો અને ઉપજ વૃદ્ધિ મારફતે નફામાં આશરે રૂ.૩૬,૦૦૦ નો વધારો મેળવવામાં તેણી સાક્ષી બની છ.ે અજુબેનનું માનવું છે કે આ પધ્ધતિ પાક કરમાઇ જવાના રોગમાં મદદરૂપ બની સામાન્ય રીતે પાકનું વાવેતર થયાના ૪પ દિવસમાં આ રોગ જોવા મળે છે.તેણીનો પાક ફુલો અને સ્થિતિકરણના તબકકા દરમિયાન તંદુરસ્ત રહ્યો હતો. ટપક સિંચાઇ પધ્ધતિ વડે મગફળીના પાક પછીની ખેતીને પણ સરળ બનાવવામાં આવી હતી.

ટપક સિંચાઇ પધ્ધતીની તકનીકી સફળતા પછી દર કલાકે પાણીની જરૂરીયાતમા ૬૦-૮૦ ટકા જેટલો ઘટાડો થયો છે અને કપાસ, મગફળી અને શાકભાજીના પાક ઉત્પાદનમાં સરેરાશ ૩પ ટકાનો વધારો થયો છે. આ પંથકમાં ટપક સિંચાઇ પધ્ધતિને પ્રોત્સાહિત કરવાનો ઉદેશ્ય નયારા એનર્જી ધરાવે છે

ન્યારા એનર્જી કંપનીની પ્રોફાઇલ

જામનગરઃ નયારા એનર્જી એ આંતરરાષ્ટ્રીય સ્તરની નવા યુગની ડાઉનસ્ટ્રીમ એનર્જી કંપની છે અને સમગ્ર હાઇડ્રોકાર્બન વેલ્યુ ચેઇનમાં રિફાઇનીંગથી રિટેઇલ સુધીનાં ક્ષેત્રોમાં મજબુત હાજરી ધરાવે છે ઓગસ્ટ, ર૦૧૭માં આ કંપની આંતરરાષ્ટ્રીય રોકાણકાર રોઝનેફટ અને ગ્લોબલ કોમોડીટી ટ્રેડીંગ ફર્મ ટ્રાફીગુરા તથા યુસીપી ઇન્વેસ્ટમેન્ટ ગ્રુપના બનેલા કોન્સોર્ટિયમે હસ્તગત કરી હતી.

કંપની હાલમાં ર૦ મિલિયન મેટ્રીક ટન પર એનમની ક્ષમતા સાથે ગુજરાતના વાડીનારમાં ભારતની બીજી સૌથી મોટી સિંગલ સાઇટ રિફાઇનરીની માલીકી અને સંચાલન કરેછે. આ રિફાઇનરીએ વિશ્વની સૌથી આધુનિક અને જટિલ રિાફઇનરીઓ પૈકીની એક છે, જની જટિલતા ૧૧.૮ છે, જે વૈશ્વિક સ્તરે સૌથી વધુ છે. ખાનગી ક્ષેત્રમાં ઇંધણના સૌથી વિશાળ રિટેઇલ નેટવર્કમાં પ૩૦૦ થી વધુ ઇંધણ મથકો સાથે નયારા એનર્જી ભારતની સૌથી ઝડપથી વિકસતી રિટેઇલ બિઝનેસ ચેઇન બની છે.

નયારા એનર્જી સમુદાય સાથેની ભાગિદારી ચાલુ રાખી વિવિધ વિકાસ કાર્યો કરી રહી છે જેમાં આરોગ્ય અને પોષણ, શિક્ષણ અને પર્યાવરણ જેવા ક્ષેત્રોના સમાવેશ થાય છે. આ કાર્યો સમુદાયના જીવનની ગુણવત્તામાં સુધારો કરવામાં મહત્વની ભૂમિકા અદા કરે છે. નયારા એનર્જી વિશે વધુ માહિતી  www.nayaraenergy. comપર ઉપલબ્ધ છે.

(1:07 pm IST)