Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

દ્વારકા નગરપાલિકાના સદસ્ય-જગત મંદિરના પૂજારી સહિત છ જુગાર રમતા ઝડપાયા

ભાડે રાખેલા ફલેટમાં ચાલતા જુગાર પર પોલીસ ત્રાટકીઃ અડધા લાખની રોકડ કબ્જે

ખંભાળીયા તા. ર૬ : દ્વારકાના વિરમેશ્વર નગરમાં ત્રીજા માળે ફલેટ ભાડે રાખી જુગાર રમાડતા શખ્સ સહિત જગતમંદિરના પુજારી કમ નગર પાલિકાના સદસ્ય સહિત છ શખ્સોને રોકડ રૂ. પર,પ૦૦ ની મતા સાથે ઝડપી દ્વારકા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી પોલીસ સુત્રોમાં નોંધાયેલી વિગત મુજબ શહેરના વિશ્વેશ્વર નગરમાં  ત્રિજા મળે આવેલા ફલેટમાં સંજય રમેશચંદ્ર પાઢ ફલેટ ભાડે રાખી બહારથી માણસો બોલાવી અંગત ફાયદા માટેના નાલ ઉઘરાવી જુગાર રમાડતો હોવાની બાતમીના આધારે દ્વારા પીઆઇ વી.વી.વાગડીય સહિતના સ્ટાફે ફલેટમાં રેઇડ કરતા જુગાર રમતા જગત મંદિર દ્વારકાના પુજારી અને નગરપાલિકાના સદસ્ય જયેશ કિશોરભાઇ ઠાકર, રમેશ નાગજી ચૌહાણ, જયસુખ ઉર્ફે ધમો વિઠ્ઠલદાસ દાસાણી, કેતન મહેન્દ્ર વ્યાસ, નરેન્દ્ર વ્રજલાલ વાયડા તથા મકાન ભડે રાખનાર સંજય રમેશચંદ્ર પાઢને રોકડા પર,પ૦૦ ની મતા સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(1:06 pm IST)