Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

જુનાગઢના જામકાની આફ્રિકાની ગીનીના એનજીઓ સારાન કૈતાએ મુલાકાત લીધી

જળક્રાંતિ,કૃષિક્રાંતિ, ગોૈ ક્રાંતિની જન્મભૂમિ કહેવાતા : ગીનીમાં પાણીની સમસ્યા અંગે જામકાની પાણી રોકવાની કામગીરીને બીરદાવી

જુનાગઢ તા ૨૬ :  જળક્રાંતિ, ગોૈક્રાંતિ, ગાય આધારિત કૃષિ ક્રાંતિની જન્મ ભૂમિ જામકામાં આફ્રિકામાં ગીની દેશમાંથી એનજીઓમાં કામ કરતા ''સારાન કૈતા'' અને દાન એપોલીનીયર જામુ એ જામકા ગામની મુલાકાત લીધી હતી તેમના દેશની સમસ્યામાં સુધારો કરવા અને અહીંના સારી ટેકનીક દ્વારા ત્યાંના લોકોને રોજગારી આપવા માટે અભ્યાસ અર્થે એન.જી.ઓ. કામ કરે છે.

તેમણે જામકામાં થયેલી પાણી રોકવાની કામગીરીને સર્વશ્રેષ્ઠ ગણાવી છે. ગીનીમાં પાણીની ખુબ સમસ્યા છે ત્યાં વરસાદનુંપાણી વહીને જતુ રહે છે. તેમને રોકવા માટે જળક્રાંતિ ટ્રસ્ટની ટીમ અને મનસુખભાઇ સુવાગીયાની ચેક ડેમ પધ્ધતી દ્વારા ત્યાં જળક્રાંતિ  કરવા  માટે બોલાવશે તેમ જણાવેલ.

અગાઉ પણ ગીર ગાયોનું પાલન પધ્ધતિ અને ગાય આધારિત કૃષિનુ પરીણામ પરસોતમભાઇ સીધપરાના ખેતરમાં વિવિધ પાકો પપૈયા, કેળા, સીતાફળ, શેરડી, બાજરી, તરબુચ, લસણ, ઘઉં જેવા વિવિધ પાકો અને જમીન  તૈયારીથી ગાયના છાણ, મુત્રના પ્રયોગોનું પરીણામ જોઇ અને આ પધ્ધતીથી માનવ આરોગ્ય અને પ્રકૃતિ જતનનું એક શ્રેષ્ઠ મોડેલ પરસોતમભાઇએ પોતાની ગાયો અને ખેતીમાં ઉભુ કરેલું છે, તેવુ મોડલ ગીની દેશમાં કરી અને ત્યાની આજીવીકા, રોજગારી સુધારમા કરશે. તેમની સાથે એગ્રી યુનિ. ના  આ.ડી પટેલ, રતિલાલ સોની પણ જામકાની મુલાકાતે આવેલ.

સોની હાલ મુળ ભારતીય વડોદરાના વતની અશોક વાસવાની, ટોપાઝ મેન્યુફેકચરીંગ કંપનીના માલીક, આફ્રીકાના દેશોના વ્યવસાય કરી ૨૦૦૦ આફ્રીકન અને ૪૦૦ ભારતીયો ત્યાં કામ કરે છે તેમના માધ્યમથી આફ્રીકાની એન.જી.ઓ. ને ભારતમાં તાલીમ આપીને ત્યાંના લોકોને રોજગારી આપે છે.

(1:05 pm IST)