Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

જૂનાગઢમાં ખોડીયાર ગૃપ દ્વારા વિવિધ બાળ રમત ગમત સ્પર્ધા યોજાઇ

જુનાગઢ : ખોડીયાર ગૃપ યુવક મંડળ ટ્રસ્ટ - જુનાગઢ દ્વારા સતત છઠ્ઠી વખત બાળ રમત ગમત સ્પર્ધા નું આયોજન રંગ મહેલ, કરવામાં આવેલ હતું. આ સ્પર્ધામાં લીંબુ ચમચી, સંગીત ખુરશી, ગોળા ફેક, દેડકાં દોડ, કોથળા દોડ, માં ૬૭ જેટલાં સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં તમામ રમતમાં ૦૧ થી ૦૩ નંબર નાં સ્પર્ધકો ને શિલ્ડ, પ્રમાણપત્ર, ઈનામ તેમજ અન્ય સ્પર્ધકોને આશ્વાસન ઈનામો આપવામાં આવ્યાં હતાં. આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે શારિરીક શિક્ષણ નિરીક્ષક - ગુજરાત રાજયનાં આઈ.યુ.સીડા ઉપસ્થિત રહ્યાં હતા. આ સ્પર્ધામાં મુખ્ય મહેમાન તરીકે જુનાગઢ નાં સામાજીક કાર્યકરો જેમાં રમેશભાઈ શેઠ, નરેન્દ્રભાઈ જાષી (બટુકબાપુ, હર્ષભાઈ ઠાકર,દિલીપભાઈ ટાંક, રમીલાબેન દ્યુચલા, કુમુદબેન ઠાકર, જયોત્સનાબેન ટાંક, પ્રવિણાબેન વાદ્યેલા, જીજ્ઞાબેન દેસાઈ, કાજલબેન મકવાણા, દમયંતિબેન રાજપરા, ભાર્ગવભાઈ માંડલીયા, વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા. આ સ્પર્ધાને સફળ બનાવવાં સંસ્થાનાં પ્રમુખ નરેન્દ્ર દ્યુચલા એ જહેમત ઉઠાવી હતી.

(1:03 pm IST)