Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

તળાજાના દકાના ગામે સાસરૃં ધરાવતી પરણીતાએ ગઢુંલા માવતરના ઘરે ગળેફાંસો ખાધો

ભાવનગર તા.૨૬:તળાજા ના દકાના ગામે સાસરું ધરાવતી પરણીતા એ આજે સાંજના સમયે ગઢુંલા ગામે માવતર ના દ્યેર ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી નાખતા પી.એમ માટે અહીંની રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલ .

પરણીતા ના સંબધિત પાસેથી મળતી વિગતો અનુસાર દકાના સાસરું ધરાવતી ગીતાબેન પ્રકાશભાઈ સરવૈયા એ ગઢુંલા ગામે પિતા મોહનભાઇઙ્ગ બાંભણીયા ના દ્યેર છેલા કેટલાક મહિનાથી રહેતા હતા.આજે કોઈ કારણોસર ગઢુંલા ગામે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું હતું.

સરતાનપર બંદરે જુગાર

હેડ.કો.એસ.વી બોરીચા એ સરતાનપર બંદર ગામના શિવા રાજા ચુડાસમા, નિતેશ સુખા મકવાણા, આઠમ રામજી સરવૈયા, રદ્યુ જેરામ ચુડાસમા, હિંમત બચુ બાંભનિયા,વશરામ વીનું મકવાણા વિરુદ્ઘ જુગાર રમવા બદલ ફરિયાદ નોંધાવી છે. છ એ જુગારી પાસેથી રોકડ ૨૧૧૮૦/- અને ચાર મોબાઇલ મળી ૨૮૬૦૦/-નો મુદામાલ કબ્જે કરેલ છે. ભરબપોરે જુગારીઓ પર ડી. સ્ટાફ ના ભાવેશભાઈ લાભશંકરભાઈ, સામતભાઈ, વનરાજસિંહ મહિપતસિંહ, કપિલભાઇ, પોપટભાઈ, તેજપાલસિંહ તેમુભા એ રેડ કરી હતી.

(11:56 am IST)