Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

માળીયા મિંયાણાના દારૂના ગુન્હામાં વોન્ટેડ દિનેશ કોળી પકડાયો

રેન્જના નાસતા ફરતા સ્કવોડે દબોચી લીધો

મોરબી તા. ર૬: માળીયા મિંયાણાના દારૂના ગુન્હામાં વોન્ટેડ આરોપીને રેન્જના નાસતા ફરતા સ્કવોડે ઝડપી લીધો હતો.

રાજકોટ રેન્જમાં અલગ અલગ ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા રાજકોટ રેન્જ ડીઆઇજીપી સંદીપસિંહની સુચના અન્વયે સ્પેશ્યલ સ્કવોડના પીએસઆઇ જે. એસ. ડેલા, મદારસિંહ મોરી, ભગવાનભાઇ ખટાણા અને મહાવીરસિંહ પરમારની ટીમે માળિયા પ્રોહીબીશનના ગુન્હામાં ત્રણ માસથી નાસતો ફરતો આરોપી દિનેશ ચતુર કોળી રહે મોરબી કુબેર ટોકીઝ વાળાને અણીયારી ટોલનાકા પાસેથી ઝડપી લઇને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(11:55 am IST)