Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

ભાવનગરમાં સોનુ ગાળવાની ભઠ્ઠીમાં આગ લાગતા દોડધામ

ભાવનગર તા. ર૬ :.. વોરા બજાર, દેસાઇ શેરીમાં આવેલ બે માળના મકાન મણિયાર નિવાસના ઉપરના માળે મયુરભાઇ રાજપુરીની સોનુ ગાળવાની ભઠ્ઠીમાં આગ લાગતાં ફાયર બ્રિગેડ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો અને કેમીકલનો છંટકાવ કરી આગ બુઝાવી હતી. આ બનાવ અંગે ફાયર બ્રિગેડ વિભાગના પ્રદ્યુમનસિંહ જાડેજાએ માહિતી આપી હતી.

આ ઘટનામાં આગ વધુ પ્રસરે તે પહેલા જ ફાયર બ્રિગેડ ટીમે આગ બુઝાવી હતી.

(11:55 am IST)