Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

હાલ શાળામાં ધો.૧ થી ૭માં માત્ર બે જ શિક્ષકો જયારે કયાંક ૩૦ છાત્રો વચ્ચે પાંચ શિક્ષકો

વાડી-સીમ વિસ્તારની પ્રાથમિક શાળાઓને મર્જ કરવાથી શિક્ષકોની ઘટ્ટ પુરાઇ જશે

ખંભાળીયા તા.૨૬ : તાજેતરમાં ગુજરાત રાજયના શિક્ષણ વિભાગ દ્વારા ૩૦ સંખ્યાવારી પ્રા.શાળાઓને ૧ કીમીની ત્રિજયામાં આવતી શાળાઓમાં મર્જ કરવા જણાવ્યુ છે. જયારે ભારે વિરોધનો વંટોળ ઉઠયો છે. વિરોધ કરનારા એ નથી જોતા કે આવી ૩૦ની સંખ્યાવારી શાળા મર્જ કરવામાં નુકશાન નહી ફાયદો છે !

એક શાળામાં ૧ થી પ કે ૧ થી ૭માં બે બે શિક્ષકો જ છે અને ધોરણ ૫,૬,૭માં બે ચાર છાત્રો જ હોય છે તેની સામે બે શિક્ષકો કઇ રીતે ભણાવી શકે ? આની સામે કેટલીય શાળાઓમાં ૩૦ અને ઓછી સંખ્યા એવીકે જયા ૫,૪,૩ શિક્ષકો કામ કરે છે હવે જો આવી શાળા નજીકની શાળામાં મર્જ થાય તો ૧ થી પ કે ૧ થી ૭ની શાળાને વધુ શિક્ષકોને લાભ મળે તથા શિક્ષકોની ઘટ ઓછી થાય અને શાળામાં  વધુ શિક્ષકોથી અભ્યાસની ગુણવતા પણ સુધરે તેમા શંકાને કોઇ સ્થાન નથી.

કયાંક કયાંક મર્જના નામે એવો ભયંકર વિરોધ થયો કે મર્જથી નુકશાન નહી ફાયદો થાય તે કોઇ જોતુ નથી !

હાલ ઘણી જગ્યાએ એક શાળામાં ૧ થી ૭માં બે શિક્ષકો છે અને ત્યા ૩૦ની સંખ્યાવાળી શાળાના ચાર કે પાંચ શિક્ષકો આવે તો ૧ થી ૭માં બેને બદલે છ સાત શિક્ષકો થાય તો શાળાનો અભ્યાસ સુધરે પણ કેટલાક જયાથી એક જ જગ્યાએ શિક્ષકોને પણ ત્યાથી જવુ નથી તેથી વિરોધને હવા આપી રહ્યા છે.

(11:54 am IST)