Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

ઉના : કાસીયા - સાસણ રોડ ઉપર અન્ડરગ્રાઉન્ડ કેબલ બીછાવવાની હિલચાલ ?

ઉના,તા.૭: સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયેલ ફોટા અને વિડિઓ પર થી એમ એવું ધ્યાનમાં આવ્યું છે કે ગીર અભરાયન અને નેશનલ પાર્ક વિસ્તાર માં થી પ્રસાર થતા કાસીયા- સાસણ રોડ પર અમુક સમય થી દિવસ અને રાત કોઈક ખાનગી કમ્પની ના અન્ડરગ્રાઉન્ડ કેબલ બીચવાવનું કામ કાજ પુર જોશ માં ચાલુ છે.

આર.ટી.આઈ એકટીવિસ્ટ અને પ્રકૃતિ પ્રેમી ચૌહાણ જેન્તી કુમારએ જણાવ્યુ હતુ કે સિંહ અને અન્ય વન્ય પ્રાણીની જયાં અવર જવર છે અને રહેઠાણ પણ છે એવા સંવેદનશીલ વિસ્તાર માં ખોદ કામ થયેલ છે અને જે સી બી ની ધનધનાટી થઈ રહી છે. જે વિસ્તાર માં રાહગીરો ને ઉભા રહેવાની પરવાનગી નથી અને ત્યાં વસતા આદિવાસી લોકો ને દ્યર ના સમાર કામ માટે માટી ખોદવાની પણ મનાય છે અને આજુ બાજુ ના વાડી વિસ્તાર માં ખેડૂતો ને કુવા કે દાર ખોદવાની પણ મનાઈ છે તો પછી આટલા મોટા પ્રમાણમાં પ્રકૃતિ ને નુકસાન પહોચડનાર આ પ્રવૃતી માટે ની પરવાનગી કેવી રીતે, કયા નિયમ અંતર્ગત અને કોને આપી એ માહિતી આપવા આ પણ રજુઆત કરી  છે કે આ કામ ને તાત્કાલીક બંધ કરવામાં આવે અને આના માટે જવાબદાર વ્યકિતઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે.તે જરૂરી છે. સાસણ-કાશીયા રોડઅભયારણ્ય વિસ્તારરિલાયન્સ જીઓ ઓપ્ટિકલ ફાઇબર કેબલ..૨૪ કલાક ૩ જેસીબીચાલકોને મંજૂરી કયા અધિકારી એ આપીઅને કયારેક રીપેરીંગ પણ કરવું પડશે ત્યારે પણ ખોદકામ થશેમાલધારી ને લાઈટ કનેકશન ની ખાસ જરૂરિયાત છે પણ વીજને લાઇન નથી નાખવા દેતા અને આ લોકો અભયારણ્ય સોંસરવી કેબલ નાખી દીધાઙઠઉને રસ્તો રીપેરીંગ વખતે એક તગારુ માટી પણ જંગલ માં થી ન લેવા દે અને અહીં તો ખાડા ખોદયા છે.ડામર રોડ બનાવવા ની મનાઈ અને રાત્રી પ્રવેશ બંધ. સરકાર ટ્રેન પણ બંધ કરાવવાની વિચારણામાં છે.

(11:53 am IST)