Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

મોરબીમાં નિદાન કેમ્પ સંપન્ન

મોરબી : ડીવાઇન લાઈટ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ – મોરબી દ્વારા નાની વાવડી અને માધાપર રોડ મુકામે સાર્વજનિક દવાખાનામાં ફ્રી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ફ્રી કેમ્પમાં દર્દીઓને ડાયાબિટીસ એન્ડ બીપી ચેકઅપ કરી આપી ડાયાબિટીસ વિશે જાગૃતિ ફેલાય તેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા કેમ્પનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો સાર્વજનિક દવાખાનામાં ડો.ક્રિષ્નાબેન પરમાર, મિતુલભાઈ ગોસાઈ સહિતનાએ સેવા આપી હતી તેમજ નાની વાવડી ખાતે ડો. રીંકલબેન પટેલ, કિરણબેન, રેખાબેન તેમજ સ્થાનિક રહેવાસી હરેશભાઇ પટેલ, સંજયભાઈ ભાવસારએ સેવા આપી હતી તેમ સંસ્થાના પ્રમુખ ડો. ચિરાગભાઈ ચૌહાણની યાદીમાં જણાવ્યું છે.

(11:45 am IST)