Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

ધોરાજીઃ રાયડીમાં કપાસના પાકમાં સમાધી અવસ્થામાં વિરોધ

અતિ ભારે વરસાદ, વાવાઝોડાના કારણે પાક નિષ્ફળ જતા પાક વિમાની માંગણી સાથે નવતર વિરોધ પ્રદર્શન

ભારે વરસાદ-વાવાઝોડાના કારણે પાક નિષ્ફળ જતા રાયડીના ખેડુતે પાક ઘેટા-બકરાને ખવરાવી દીધો હતો અને વિરોધ વ્યકત કર્યો હતો (તસ્વીરઃ ધર્મેન્દ્ર બાબરીયા-ધોરાજી)

ધોરાજીઃ રાયડી ગામના ખેડુતે કપાસના પાકમાં સમાધી અવસ્થામાં બેસીને  વિરોધ પ્રદર્શન કર્યુ હતું.(તસ્વીરઃ ધર્મેન્દ્ર બાબરીયા-ધોરાજી)

ધોરાજી તા. ર૬ : ભારે વરસાદ, વાવાઝોડુ અને કમોસમી  વરસાદના કારણે ઠેર-ઠેર પાક નિષ્ફળ ગયો છે. ત્યારે ધોરાજી તાલુકાના રાયડી ગામમાં ખેડુત વલ્લભભાઇ વસોયાએ કપાસના પાકમાં સમાધી અવસ્થામાં બેસીને નવતર વિરોધ કર્યો હતો અને ૧૦૦ ટકા પાક વિમો ચુકવવા માંગણી કરી હતી. ધોરાજી નજીક રાયડી ગામે ખેડુત વલ્લભભાઇ મેઘજીભાઇ વસોયાએ પોતાની ૧પ વિઘા જમીનમાં કપાસનું વાવેતર કરેલ અને અતી વધારે વરસાદ અને વાવાઝોડાના કારણે કપાસમાં એકા એક લાલ ઇયળ આવી જતા કપાસનો તૈયાર પાકમાં લાલ ઇયળો આવી જતા કપાસનો પાક નિષ્ફળ જતા રાયડીના ખેડુતે કપાસમાં ઘેટા બકરા ચરાવા મુકી દીધા હતા. ખેડુતે જણાવેલ  કે ખેડુતોએ વિમા કંપનીને પુરો વિમોભરેલ  છે. અને કપાસનો પાક સંપુર્ણ પણે નિષ્ફળ ગએલ છે જેથી સરકારએ સહાય જાહેર કરેલ પણ ખેડુતોને સહાયની જરૂર નથી પણ ૧૦૦% પાક વિમો ચુકવવા જણાવેલ આ તકેરાયડી ગામા ખેડુતો એકઠા થઇ ગએલ અને ખેડુતે કપાસના પાકમાં સમાધી લઇ વિચીત્ર વિરોધ સરકાર સામે કર્યો હતો.

(11:41 am IST)